કૃષી સંબંધિત માહિતી માટે જિલ્લા ભાજપ દ્વારા આજથી ગામો ગામ ખાટલા બેઠક

વિધેયકો વિશે ખોટા ભ્રમ અને અપપ્રચાર સામે જનજાગરણ અભિયાન શરૂ

કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સંબંધિત સુધારાઓના ખેડૂતોના હિતમાં ઐતિહાસિક કાયદાને આવકાર સો અભિનંદન આપતા રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ ડિ.કે.સખીયા, મહામંત્રીઓ ભાનુભાઈ મેતા,  જયંતિભાઈ ઢોલ,  ડો.ભરતભાઈ બોઘરાએ જણાવ્યું હતું કે, વર્ષો સુધી આપણા ખેડૂત ભાઈ-બહેનો કેટલાય પ્રકારના બંધનોમાં જકડાયેલા હતા. આ વિધાયક બીલી ખેડૂતોના હિતમાં પસાર તા વચેટિયા પ્રા નાબુદ ઇ ખેડૂતોની આવક બે ગણી કરવાના પ્રયાસને બળ મળશે. ખેડૂતો આત્મનિર્ભર બનશે. સમૃદ્ધિ સુનિશ્ચિત થશે.

આ અંગે વધુમાં જણાવતા ખેડૂતોના વિકાસના વિઘ્નસંતોષી વિપક્ષો પોતાના રાજકીય રોટલા શેકવા માટે વિધયકો અને પેકેજ માટે ખોટા અને મનઘડીત રીતે અપપ્રચાર કરી રહ્યા છે. જયારે ખઙજ ની વ્યવસ્થા ચાલુ રહેશે, સરકાર દ્વારા ખરીદીનું કામ પણ ચાલુ રહેશે. આજી સમગ્ર ગુજરાતમાં ખેડૂતો પાસે પોષણક્ષમ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રાજ્ય સરકારે ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ શરુ કરી દીધેલ છે. તેમજ મંડી વ્યવસ્થા પણ ચાલુ રહેશે. સો સો ખેડૂતોને વૈકલ્પિક બજારની વ્યવસ્થા મળશે અને કૃષિક્ષેત્રમાં બહુ મોટા મૂડી રોકાણો પણ કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા આ વિધયક ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે.

દરમ્યાન ખેડૂત ભાઈઓ-બહેનોને વિપક્ષો દ્વારા ખોટા અપપ્રચાર કરી ભરમાવવામાં આવી રહ્યા છે. યેનકેન પ્રકારે ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ત્યારે જીલ્લા ભાજપ દ્વારા તા.૨ ઓક્ટોબરી ગાંધી જયંતિના દિવસી ૧૭ ઓક્ટોબર સમગ્ર જીલ્લાના તાલુકાના ગામે ગામ ખાટલા બેઠકો યોજવામાં આવશે. જ્યારે ગાંધીજી સત્યના આગ્રહી હતા અને ખેડૂતોને સત્યી વાકેફ કરવા આ ખાટલા બેઠકો જીલ્લાના તમામ પદાધિકારીઓ, જીલ્લાના બંને સાંસદો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, મંડલના હોદેદારોની ટીમ, સહકારી આગેવાનો સહીતના અલગ-અલગ વિષયો પર બેઠકો યોજશે. કૃષિલક્ષી પસાર કરેલા ઋણ વિધયકો તેમજ રાજ્ય સરકારે ૩૭૦૦ કરોડનું અતિવૃષ્ટિમાં યેલ નુકસાનીનું પેકેજ અને ખેડૂતો માટે લીધેલા કલ્યાણકારી પગલાઓની માહિતી ખાટલા બેઠકોમાં ખેડૂત ભાઈઓ-બહેનોને આપશે તા દરેક ગામે ગામ ઘર-ઘર સંપર્ક પણ કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ સરકારના નિર્દેશોનું પાલન તા સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખી યોજવામાં આવશે. તેમ અંતમાં એક હિરેનભાઈ જોશીની યાદીમાં જણાવેલ હતું.

Loading...