Abtak Media Google News

વિક્રમ સારાભાઇની ૧૦૦મી જન્મજ્યંતિ ના દિવસે જાણીયે આ ગુજરાતી વૈજ્ઞાનિકનો ઇતિહાસ :

વિક્રમ સારાભાઈનો જન્મ ૧૨ ઓગસ્ટ ૧૯૧૯માં અમદાવાદ શહેરમાં એક ધનાઢ્ય ઔદ્યોગિક પરિવારમાં થયો હતો. અંબાલાલ અને સરલાદેવીના આઠ સંતાનોમાંના તેઓ એક હતા.

વિક્રમ સારાભાઈની શિક્ષણની વાત કરીયે તો તોઓએ પિતાના વિશાળ ઘર ‘રીટ્રીટ’ માં જ બધા ભાઇ બહેનો સાથે પ્રાથમિક શિક્ષણ નિષ્ણાત શિક્ષકો પાસેથી ઘરે જ મેળવ્યું હતું. એક સમય એવો હતો કે તેમના ઘરેજ 11 જેટલા શિક્ષકો આવતા હતા જેમાંના ઘણા શિક્ષકો પી.એચ. ડી. થયેલા હતા. બાળપણમાં તેમના ઘેર જાણીતી પ્રતિભાઓ આવતી – જેવાકે ગાંધીજી, રવીન્દ્રનાથ ઠાકુર, દીનબન્ધુ એન્ડ્રુઝ આ સૌનો ફાળો તેમના ઘડતરમાં ઘણો મોટો હતો. તેમણે 1939માં કેમ્બ્રિજથી “ટ્રાઈપોસ” અને 1947માં કેમ્બ્રિજથી પી.એચ.ડી. નો અભ્યાસ કર્યો હતો.

તેમની કારકીર્દિની શરૂઆત ઈંડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ , બેંગલોર ખાતે સર સી. વી. રામન સાથે કોસ્મિક કિરણો પર રીસર્ચથી થઈ હતી તેઓ એ અમેરિકાના એમ. આઈ. ટી. માં થોડોક સમય વિઝિટીંગ પ્રોફેસરની ભૂમિકા પણ ભજવી હતી. તેઓએ 1956માં અમદાવાદમાં અટીરા (ATIRA-Ahmedabad Textile Industrial Research Association)ની સ્થાપના કરી અને માત્ર 37 વર્ષની ઉમ્મરે તેના ડિરેક્ટર બન્યા હતા. 1962માં તેમણે અમદાવામાં આઈ. આઈ. એમ. ની સ્થાપના કરી. ડૉ. હોમી ભાભાના અવસાન પછી, ડૉ. સારાભાઈએ ભારતીય પરમાણુ શક્તિ સંસ્થાન (ઍટોમીક એનર્જી કમીશન ઓફ ઇન્ડીયા)માં તેમનું કાર્ય ચાલુ રાખ્યુ હતું. દેશ આઝાદ થતાં જ, 1947માં, ડૉ. વિક્રમ સારાભાઈએ રાત-દિવસ કામ કરી ફ‌િઝિકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના કરી અમદાવાદના શાહીબાગમાં આવેલા તેમના ઘર ‘રિટ્રીટ’ બંગલૉના એક રૂમને વિક્રમ સારાભાઈએ ઓફિસ બનાવી દીઘી હતી. ત્યાં તેમણે પીઆરએલનું કામ શરૂ કર્યું. આજેય આ સંસ્થા સ્પેસ અને એલાઈડ સાયન્સની અગ્રણી સંસ્થા ગણાય છે. આ સંસ્થા થકી દેશને અનેક મહાન વિજ્ઞાનીઓ મળ્યા છે. 

તેમણે વૈજ્ઞાનીક ક્ષેત્રમાં તેમના કાર્ય સાથે તેમણે તેમના કાપડ અને દવાના કૌટુંબિક ધંધા પ્રત્યે પણ પુરતું ધ્યાન આપ્યું હતું.

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) ની સ્થાપના તેમની એક મહાન સિદ્ધિ છે. તેમની ખૂબજ જહેમત બાદ નવેમ્બર ૨૧, ૧૯૬૩ના રોજ ભારતનું પ્રથમ રોકેટ સોડીયમ વેપર પેલોડ લઇને ઊડાવવામાં આવ્યું હતું.

ડૉ. સારાભાઈના પ્રયત્નોથી ૧૯૭૫માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મુકવામાં આવ્યો.

એક્સપેરિમેન્ટલ સેટેલાઈટ કોમ્યુનિકેશન અર્થ સ્ટેશન તેમજ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈજેન (ઇસરો) દ્વારા તમણે ભારતને અવકાશ યુગમાં ઉચ્ચ સ્થાને પહોચાડ્યું. આથી તેઓને અવકાશ યુગના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે.

દક્ષિણ ભારતમાં આવેલું ત્રિવેન્દ્રમ કે જે તિરુવનંતપુરમ્ તરીકે પણ ઓળખાય છે તેમાં આવેલી સંશોધન સંસ્થાને તેમની યાદમાં વિક્રમ સારાભાઈ અવકાશ કેન્દ્રનું નામ આપવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં રોકેટમાંના ભૌતિક અને પ્રવાહી ગતિવાહકો પર સંશોધન થાય છે.

તેમના લગ્ન 1942માં જાણીતા નૃત્યકાર મૃણાલિની સારાભાઇ‎‎ સાથે થયા હતા. તેમને એક પુત્ર કાર્તિકેય અને એક પુત્રી મલ્લિકા છે.

Vikramaditya-Of-Science:-Vikram-Sarabhai
vikramaditya-of-science:-vikram-sarabhai

1962માં ભૌતિકશાસ્ત્ર માટે શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ મળ્યો હતો.
1966માં ભારત સરકાર તરફથી પદ્મભુષણનો એવોર્ડ મળ્યો હતો.
1972માં ભારત સરકાર તરફથી મરણોત્તર પદ્મ વિભૂષણનો એવોર્ડ મળ્યો હતો.
તેઓ ૧૯૭૦માં યોજાયેલી ઇન્ટરનેશનલ એટમિક એઅજન્સી (I.A.E.A) ની ૧૪મી જનરલ શિબિરના પ્રમુખ રહી ચુક્યા છે.
તેઓ ૧૯૭૧માં યોજાયેલી પરમાણુ શક્તિનો શાંતિમય ઉપયોગ’ પરની સંયુક્ત રાષ્ટ્રસંઘની ચોથી શિબિરના પ્રમુખ રહી ચુક્યા છે.

ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા વિક્રમ સારાભાઇની પ્રથમ પુણ્યતિથી (૩૦ ડિસેમ્બર ૧૯૭૨) પર ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

Vikramaditya-Of-Science:-Vikram-Sarabhai
vikramaditya-of-science:-vikram-sarabhai

અવકાશ યુગના પિતા વિક્રમ સારાભાઈનું 30 ડિસેમ્બર 1971 ના રોજ 52 વર્ષની ઉંમરે અવસાન થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.