આર્ટ ઓફ લીવીંગ દ્વારા વિક્રમ હાઝરાનો સત્સંગ કાર્યક્રમ યોજાયો

149

શ્રીશ્રી રવિશંકરના આગમન પૂર્વે યોજાયેલી પ્રી ઈવેન્ટમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા

રાજકોટનાં કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે આર્ટ ઓફ લીવીંગ દ્વારા વિક્રમભાઈ હાઝરાનાં સત્સંગનું આયોજન કરવામાં આવ્યુહ હતુ આ કાર્યક્રમ શ્રી શ્રી રવિશંકરજી દિવાળી ઉપર રાજકોટ આવવાના હોવાથી તેમના સ્વાગત માટે આ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં બહોળા પ્રમાણમાં લોકોએ ભાગ લીધો હતો.રણદીપ વાળાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કેઆ કાર્યકમ્રમાં બહોળા પ્રમાણમાં લોકોએ ભાગ લીધો હતો. અને દિવાળી પરપ્રોગ્રામમાં આશરે પચાસ હજાર લોકો ભાગ લેવાના છે.આર્ટ ઓફ લીવીંગના ટીચર આસ્કાજાનીએ જણાવ્યું કે શ્રીશ્રી રવિશંકરજી આઠ વર્ષ પછી રાજકોટ પધારી રહ્યા છે.

રાજકોટમાં આર્ટઓફ લીવીંગનાં ડિવોટીસ છે. તેઓ તેનીપ્રેરણા બને છે. રાજકોટ ખાતે દિવાળી પર ખૂબજ મોટા પાયે પ્રોગ્રામ યોજવાનો છે.જેનેલઈને અમે સહું ખૂબજ ઉત્સાહીત અષ્ટલક્ષ્મી મહાપુજાનું જે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ૭ નવેમ્બરનો પ્રોગ્રામ માટેની પ્રી ઈવેન્ટ છે.

વિનોદ મજીઠીયા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ આર્ટ ઓફ લીવીંગ ટીચર અને રાજકોટ ડિસ્ટ્રીકટ કોર્ટિનેટર છે. વિક્રમભાઈ હાઝરાનાં ખુદના ૨૦ આલ્બર અને ૫૦ થી પણ વધારે દેશોમાં તેમણે લાઈવ સત્સંગ કરેલા છે. તે રાજકોટ પધાર્યા છે. દિવાળીની ઈવેન્ટમાં વધુને વધુ લોકો જોડાયશકે અને વધુને વધુ લોકો જોડાય શકે તેના માટેનું આ આયોજન કરવામાં આવ્યુંછે.

Loading...