Abtak Media Google News

લોકોના હૃદયમાં વસતા વિજયભાઈને અમે “વિજયી સમ્રાટ બનાવીશું: વોર્ડ નં.૩નાં લોકોનો સુર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ોડા દિવસોજ રહ્યા છે ત્યારે પ્રચાર હવે તેની પરાકાષ્ટએ પહોંચ્યો છે. બેઠક ૬૯ના વોર્ડ ન ૩ માં ઉમેદવાર અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મધ્યસ્ કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું અને તેવેળાએ વોર્ડ નમ  ૩ માં વસતા વાલ્મિકી સમાજ , બ્રહ્મ સમાજ , લોહાણા સમાજ, દેવીપૂજક સમાજ, પુસ્કર સમાજ, વેપારી મંડાઓએ એક ભવ્યાતીત “વિજયોત્સવ રેલી સમાન લોકસંપર્ક રેલીનું આયોજન કરવામાં આવ્યા હતું

આ લોકસંપર્ક રેલીમાં પાઘડી તેમજ જ્ઞાતિ પરંપરાગત વેશભૂષા ધારણ કરેલ યુવક-યુવતીઓ ઢોલ-ત્રાસ અને સંગીતના તાલે પરંપરાગત નૃત્ય કરતા રેલીની આગેવાની લીધી હતી. વોર્ડની તમામ શેરીના નાકાઓ પાર જુદા જુદા તમામ સમાજના સંગઠનોએ ઉમળકાભેર ફુલહાર અને પુષ્પવૃષ્ટિી વિજયભાઈનું સ્વાગત કર્યું હતુંમ તેમજ જકશન પ્લોટના મુખ્ય માર્ગ પાર દરેક વેપારી સંગઠનોએ પણ શાલ કરી વિજયભાઈને વધાવ્યા હતા અને તેઓનું અભિવાદન ઝીલ્યું હતું.

આ રેલીમાં સો રહેલ વાલ્મિકી સમાજના કરશનભાઇ વાઘેલા , બ્રહ્મસમાજના મુરલીભાઈ દવે , લોહાણા સમાજના જનકભાઈ કોટક , દેવીપૂજક સમાજના  સુરેશભાઈ પરમાર , વેપારી સમાજના જગદીશભાઈ ભોજાણી સો બહોળી સંખ્યામાં જોડાયેલ મહિલાઓએ વિજયભાઈને અકલ્પનિય લીડી વિજય બનાવવાનો કોલ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.