Abtak Media Google News

આસુરી વૃત્તિ પર વિજયની ઉજવણીના ભાગ રૂપે શહેરીજનોએ ફાફડા, જલેબી અને મીઠાઈની લીજ્જત માણી

નવરાત્રીમાં માતાજીની આરાધના પછી આજે દશેરા અવસર આવ્યો છે. આજનો અવસર માતાજીના નવ દિવસના યુધ્ધ પછી મહિસાસૂર ઉપરના વિજયની અને શ્રી રામના નવ દિવસનો ધમસાણ યુધ્ધ પછી રાવણ ઉપરના વિજયની ઉજવણીનો અવસર છે.

Dsc 7907

એવી માન્યતા છે કે રામે રાવણનો આજના દિવસે વધ કર્યો હતો. સાથે એવું પણ કહેવાય છે કે રાવણનો વધ કર્યા પહેલા રામે સમુદ્ર તટ પર ૯ દિવસ સુધી ર્મા દુર્ગાની આરાધના કરી હતી અને દસમાં દિવસે તેમને વિજય પ્રાપ્ત થઈ હતી તો એક માન્યતા એવી પણ છે કે માં દુર્ગાએ નવ રાત્રી અને દસ દિવસ સુધી યુધ્ધ કર્યા બાદ રાક્ષસ મહિસાસૂરનો વધ કર્યો હતો.

Vlcsnap 2019 10 08 10H06M18S249

વર્ષમાં એવા ત્રણ જ મૂહૂર્ત એવા જે વણજોયા મુહુર્ત તરીકે મનાય છે. એવા મુહુર્તમાં આજનું વિજયાદશમીનુ મુહુર્ત વણજોયું છે. આજના દિવસે દરેક પ્રકારનાં શુભકાર્યો થાય છે.

Dsc 7855

મકાન, દુકાનના ઉદઘાટન માટે આજનો દિવસ શુભ મનાય છે. આજે ઠેર ઠેર રાવણ દહનના કાર્યક્રમો થશે અને આતશબાજી સાથે અસત્ય પર સત્યના વિજયની ઉજવણી કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.