Abtak Media Google News

દડવાથી દ્વારકા ૨૫ ગામો પ્રવાસ ખેડી હાર્દિક પટેલ અમદાવાદમાં ઉપવાસમાં જોડાવવા હાંકલ કરશે

ઉપલેટા તાલુકાના પાનેલી ગામે આજે બપોરે પાસ આયોજીત વિજય સંકલ્પ યાત્રા આવી પહોંચશે ત્યારે હાર્દિક પટેલ ઉપલેટા તાલુકા પાસના ક્ધવીનરો તેમજ આગેવાનો માટે ટુંકુ રોકાણ કરશે.

આ અંગે માહિતી આપતા જીલ્લા પાસના અગ્રણી જતિનભાઈ ભાલોડિયાએ જણાવેલ કે ગુજરાતમાં પાટીદાર સમાજ માટે અનામતની મકકમ માગ સાથે છેલ્લા ત્રણ વર્ષ થયા આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે આગામી ૨૫મીએ અમદાવાદમાં વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસના સફળ આયોજનની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે સવારે દડવાથી દ્વારકા ૨૫ ગામોમાં વિજય સંકલ્પ યાત્રા આજે બપોરે ૩:૩૦ ઉપલેટા બાયપાસ આવી પહોંચશે ત્યાં ઉપલેટા પાસના આગેવાનો સ્વાગત કરશે કોલકી થઈ પાનેલી ૪:૩૦ વાગ્યે આવી પહોંચશે તથા પાટીદાર સમાજના વિશાળ સંખ્યામાં ભાઈ-બહેનો પાટીદાર સમાજ ખાતે સ્વાગત કરશે અને પાનેલી ગામે તાલુકાભરના પાસના આગેવાનોને મળશે અને આગામી ૨૫મીએ અમદાવાદમાં વિજય સંકલ્પ યાત્રા ઉપવાસ અંગે માહિતી આપશે.

આ યાત્રા સિદસર, જામજોધપુર, વેરાળ સાંજે લાલપુર થઈ સીધી રાત્રે દ્વારકા પહોંચશે. આ પાસની યાત્રા સાથે જીલ્લા પાસના નયન જીવાણા, વલ્લભભાઈ માકડિયા, જીલ્લા પાસના રેખા સિણોજીયા, પાનેલી પાસના વિપુલ ભાલોડિયા, જનક ધડુક, ચંદ્રેશ ઝાલાવડિયા, ભાવેશ કાલરિયા, દિનેશ વેકરીયા, ઉપલેટા પાસના ગીરીશ આરદેશણા, કોલકીના ચંદુભાઈ જાગાણી, પાસના મહિલા આગેવાનો શિતલ બરોચીયા, કંચનબેનભાલોડિયા, નર્મદાબેન હિગરાજીયા, ઉષાબેન રૂપાપરા યાત્રા સાથે જોડાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.