Abtak Media Google News

રાજકોટમાં શિક્ષક દિને કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા અને સાંસદ મોહનભાઈ કુંડારીયાની ઉપસ્થિતિમાં શિક્ષકનો સન્માન સમારોહ યોજાયો

શિક્ષણ માટે આગવી શૈલી અને કર્મ નિષ્ઠાપૂર્વક  શિક્ષણ મા ગુણવત્તા વ્રૂધ્ધી કરનાર જીલ્લા કક્ષા તથા તાલુકા કક્ષા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ નુ આયોજન રાજકોટ ખાતે થયું હતું  આ કાર્યક્રમ મા જામકંડોરણા તાલુકા ના સાજડીયાડી ગામે આવેલી સરકારી શાળા  “શ્રીમતી તિજાદેવી હરિબક્ષ લોહીયા શાળા” ના આચાર્ય શ્રી વિજયભાઈ રાણપરીયા ને શ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ રાજ્ય ના કેબીનેટ મંત્રી  શ્રી જયેશભાઈ રાદડીયા હસ્તે એનાયત કરાયો હતો  તથા સાંસદ મોહનભાઇ કુંડારીયા દ્વારા વિજયભાઇ ને શાલ ઓઢાડી ને બહુમાન કરાયું  હતું.

આ પ્રસંગે ને લઈ સાજડીયાડી ગામે આનંદ ની લહેર ઉઠી હતી ગામના સરપંચ શ્રી કલ્પેશભાઈ તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ શ્રી કરસનભાઇ સોરઠીયા સહિત ગામના આગેવાનો એ પુષ્પ ગુચ્છ આપી વિજયભાઈ રાણપરીયા ની કાર્યશૈલી ને બીરદાવી હતી વિજયભાઈ રાણપરીયા શિક્ષક ની સાથે ગૌરક્ષક સેવા સમીતી સદસ્ય ની માનદ્ સેવાઓ આપી રહ્યા છે.  આ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક ની સાથે ૧૫૦૦૦ રૂપિયા  નો ચેક અપાયો હતો આ મળેલા ઈનામ ની તમામ રકમ શાળા ના સર્વાંગી વિકાસ વાપરવા મા આવશે તેમ શાળા ના આચાર્ય શ્રી વિજયભાઈ રાણપરીયા અંતે જણાવ્યું હતું.

આ તકે સાજડીયાળી ગામ સરપંચ શ્રી કલ્પેશભાઈ જામકંડોરણા તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ શ્રી કરસનભાઈ સોરઠીયા દુધ ઉત્પાદક મંડળી ચેરમેન શ્રી ગૌવિદભાઈ રાણપરીયા બહોળી સંખ્યા મા ગ્રામજનો સહીત તમામ શિક્ષકગણ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.