Abtak Media Google News

ખરાબાની ૫૨૦ એકર જમીન માત્રને માત્ર ૧૧ કરોડમાં વેચવાનું કૌભાંડ બહાર આવ્યું: જમીન કૌભાંડમાં નાયબ કલેકટર છુટા કરાયા મામલતદારને ફટકારી નોટિસ

ચોટીલાના બામણબોર જી.આઇ.ડી.સી.નજીક આકાર પામી રહેલા વૈલ્પિક કક્ષાના એરપોટ નજીક સરકારી ખરાબાની કરોડો રૂ૫યાની કિંમતના આશરે પર૦ એકર જમીન ફકત આશરે રૂ. ૧૧ કરોડમાં વેચાણ કરવાનો હુકમ કરી નખાતા જીલ્લા મહેસુલ વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

ત્યારે આ પ્રશ્ને તપાસનો ધમધમાટ પણ શરુ થયો છે. જેમાં ચોટીલા તત્કાલીન મામલતદાર નોટીસ પાઠવી જાહેર ખુલાસા પુછવામાં આવ્યા છે. આ ઉપરાંત કૌભાંડ બાદ નાયબ કલેકટર ચંન્દ્રકાન્તભાઇ પંડયા ને રાતો રાત છુટા કરી દેવામાં આવતા ભારે ચકચાર મચીગયો છે.

આ અંગેની તપાસ સ્ટેટ વીજીલન્સને સોંપવા માટેનો નિર્ણય કલેકટરે કરી અને દુધનુ દુધ અને પાણીનું પાણી કરવા માટે કવાયતો હાથ ધરવામાં આવેલ છે.

ચોટીલા અને રાજકોટ સરહદે બામણબોર જી.આઇ.ડી.સી. વિસ્તારમાં વૈકિલ્પ કક્ષાનું એરપોર્ટ બનવાનું છે. ત્યારે એરપોર્ટ પાસે જ નજીક આવેલ સરકારી ખરાબાની આશરે ૫ર૦ એકર જમીન વેચવા માટે ચોટીલા મામલતદાર કચેરી તત્કાલીન મામલતદાર જે.એલ. ધાડવી દ્વારા એક માસ પૂર્વ હુકમ થયાના ઘટનાએ અનેક પ્રકારના તર્ક વિતરક ઉભા કરી દીધા છે. આ પ્રકરણમાં જસદણ ગામના હકાભાઇ ખાચરને ૧૯૫૭ ના સ્ટેમ્પ (સેલડીટ) ઉપર તંત્ર દ્વારા વેચાણ કરી આપ્યાના ઘટના ખુલવા પામેલ છે. ત્યારબાદ આ સોનાની લગડી સમાન ગણાતા હાલ વિવાદાનું આ જમીન હડપ કરવા માટે કેટલાક વેપારીઓ ઉઘોગપતિઓ ડોળા આ જમીન ઉપર મંડાયો હતો .

Img 20180829 104201 1આથી આ વિવાદીત જમીન વેચાણ બાબતે હાઇકોર્ટ નિયમ મુજબ કાર્યવાહી કરવાનું માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આથી આ જમીન પ્રકરણની ફાઇલ બાદમાં હાઇકોર્ટમાં મોકલાતા કોર્ટ કાયદા શાખાના લીગલ વિભાગનો અભિપ્રાય ટાંકવા માટેના સુચનો કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ સ્થાનીક તંત્ર દ્વારા કેસ ચલાવી સમગ્ર પ્રકરણ ને હાઇકોર્ટમાં મોકલ્યુ હતું. અંતમાં આ મામલે નિયમ મુજબ કાર્યવાહી કરવા આખરી નોટીસ મુજબ સ્વ. નાજાભાઇ દાદાભાઇનો કેસ તત્કાલીન મામલતદાર ધાડવીએ ૨૮૫ એકર જમીન સર્વે નં. ૨૧૬/૨૧૭ અને ૨૫૧ તા. ૧૭/૫/૨૦૧૮ ના રોજ ચલાવ્યો હતો.

એ દરમિયાન ૪ યુનિટ વારસદારના પુત્રીને આપ્યા હતા. પરંતુ આ સંદર્ભે મહેસુલ વિભાગનો અભિપ્રાય મેળવવો જરુરી હોય તેમ છતાં અભિપ્રાય વિના પુન કેસ તત્કાલીન મામલતદાર ધાડવી એ તા. ૫/૭/૨૦૧૮ ના રોજ ચલાવેલ જેમા પુન ૧૮૫ એકર જમીન આપી દીધાનું જણાવ્યું છે ત્યારે આ પ્રશ્ને તપાસનો ધમધમાટ શરુ થયો છે.

જેમાં ચોટીલા તત્કાલીન મામલતદાર ધાડવીને નોટીસ પાઠવવામાં આવેલ છે. અને ખુલાસા પુછવામાં આવ્યા છે. આ ઉપરાંત આ કૌભાંડ બાદ નાયબ કલેકટરને રાતો રાત છુટા કરી દેવામાં આવતા ચકચાર ફેલાઇ છે. આ ઉ૫રાંત આ અંગેની તપાસ સ્ટેટ વીજીલન્સને સોંપવામાં આવેલ હોવાનો નિર્ણય કલેકટર કે. રાજેશ દ્વારા કરવામાં આવ્યો છે.

આ મામલામાં તપાસ કરવામાં આવનાર હોવાનું પણ હાલમાં કે રાજેશ કલેકટર દ્વારા જણાવવામાં આવેલ છે. ત્યારે જમીન મામલામાં હાલ આ પ્રકરણમાં સુરેન્દ્રનગર સરકારી કચેરીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે કલેકટર કચેરીમાં ખળભળાટ સર્જવા પામ્યો છે. ત્યારે આવી તપાસ કરવામાં આવે તો આવા અનેક ખરાબાની જમીનના થઇ ગયેલા મોટા વહીવટો બહાર આવે તેવી પણ ચર્ચા હાલ લોકોમાં થઇ રહી છે. ત્યારે ફાલો ઉપર ચડેલધુળ ખંખેરવામાં આવે તો અનેક જમીન કૌભાંડ બહાર આવવાની પણ શકયતાઓ જોવા સાંભળવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.