Abtak Media Google News

આજે એક જાન્યુઆરી ના રોજ વિદ્યા બાલન નો ૪૧ મો બર્થ ડે છે. તેણે ગઈ કાલે ન્યુ યર પાર્ટી બાદ તુર્ત જ પોતાનો બર્થ ડે મુંબઈ માં ઉજવ્યો હતો. કર્લી હેર સ્ટાઈલ માં વિદ્યા બાલન બેહદ ખૂબ સૂરત લાગતી હતી. તેની સાથે હસબંડ સિદ્ધાર્થ રોય કપૂર હતો.

Bollywood Updates Vidya Balan Going To Be Married With Siddharth Roy Kapoor On 14Th December Vidyas Latest Hot Photos 33

સિદ્ધાર્થ રોય કપૂર જાણીતો ફિલ્મ નિર્માતા છે. વિદ્યા બાલન બોલીવુડ ની આજ ના દોર ની શબાના આઝમી છે. અસલ માં તેને શબાના આઝમી અને સ્મિતા પાટિલ નું કોમ્બિનેશન માનવા માં આવે છે. વિદ્યા બાલન એ પ્રથમ ફિલ્મ પરિણીતા થી લઈ ને છેલ્લે રજૂ થયેલી ફિલ્મ તુમ્હારી શુંલુ સુધી યાદગાર અભિનય કર્યો છે. વિદ્યા બાલનને શાહરૂખ ખાન સાથે પણ સરખાવી શકાય છે. કેમકે શાહરૂખ ખાન ની જેમ વિદ્યા બાલન પણ ટીવી જગત માં થી ફિલ્મો માં આવી ને છવાઈ ગઈ. તેણે હમ પાંચ નામ ની ટીવી સિરિયલ માં કામ કર્યું હતું. 

Untitled 1 5

આ ઉપરાંત તેણે સાબિત કર્યું છે કે ગ્લેમર વિહ્નિ રોલ માં પણ યાદગાર ફિલ્મ આપી શકાય છે. શરૂઆતમાં વિદ્યા બાલનને મીડિયા અને બોલીવુડ જગતએ બહેનજી નો સ્ટેમ્પ મારી દીધો હતો જે તેણે દૂર કરવા માટે ડર્ટી પિક્ચર જેવી ફિલ્મ માં કામ કરીને બેસ્ટ એક્ટ્રેસ નો એવાર્ડ પણ જીત્યો હતો. વિદ્યા બાલન ની આગામી ફિલ્મમાં એન ટી આર ની બાયો પિક છે. વિદ્યા માત્ર ને માત્ર પડકાર રૂપ ભૂમિકા જ કરવા માંગે છે. તે ક્વોલિટી વર્ક કરવામાં માને છે. તેણે બોલીવુડ અભિનેત્રી ઓ માટે એક માઇલ સ્ટોન સ્થાપિત કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.