Abtak Media Google News

મતદાતાએ ભાજપના રમેશ ધડુકને મતદાન કરતી વખતે વીડિયો બનાવ્યો

લોકસભા ૨૦૧૯ના ત્રીજા તબકકાના મતદાનમાં વૃદ્ધો, દિવ્યાંગો, નવદંપતિ સહિત મહિલાઓએ લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી હતી. મતદાન મથકોમાં મોબાઈલ, કેમેરા જેવી વસ્તુઓ લઈ જવાની સખ્ત મનાઈ હોય છે તેમ છતાં ચૂંટણી દરમિયાન એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં મતદાતા વોટીંગ કરતી વખતે મોબાઈલ ફોન સાથે લઈને જાય છે. મોબાઈલમાં ઈવીએમનો વિડીયો રેકોર્ડ કરે છે તેમજ કયાં પક્ષને મત આપ્યો છે તેનું બટન દબાવે છે. શરૂઆતમાં વિડીયો બ્લર હોય છે બાદમાં આ વિડીયોમાં કમળના બટન સામેના ઉમેદવારને મત આપતું દર્શાવાઈ રહ્યું હતું.

ચૂંટણી દરમિયાન મતદાન માટે જનારા લોકોને મોબાઈલનો ઉપયોગ ન કરવાની સુચના હોય છે. ત્યારે આ નિયમનો ઉલાળ્યો કરતો વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. પોતાના ઉમેદવારને મત આપ્યા બાદ થોડી વખત ઈવીએમમાં ઉમેદવારોની સુચી દેખાડવામાં આવે છે. જેના પરથી જ્ઞયાત થાય છે કે આ વીડિયો પોરબંદરની બેઠકનો છે. જેમાં મતદાતા રમેશ સવજીભાઈ ધડુકની તસ્વીર અને ફોટાની બાજુમાં રહેલા કમળના બટન પાસે કલીક કરી મતદાન આપી રહ્યું છે. આ ઈવીએમમાં લલીતભાઈ વસોયા, ભાર્ગવ જોશી જેવા નામ છે. હવે પોરબંદરના કયાં વિસ્તારના બુથના કોણ મતદારે આવી વિડીયો ઉતાર્યો અને વાયરલ કર્યો તેની તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈપણ કળી મળી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.