સૌરાષ્ટ્ર યુનિ.નાં ઉપકુલપતિ ડો.વિજય દેસાણી કોરોનાથી સંક્રમિત થયા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમના પત્ની અંજલીબેન રૂપાણી સહિતનાઓએ ફોન ઉપર ખબર અંતર પુછી જલ્દીથી સાજા થઈ જવાની શુભેચ્છા પાઠવી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઉપકુલપતિ ડો.વિજય દેસાણીને આજે કોરોના પોઝીટીવ આવ્યો છે. અગાઉ યુનિવર્સિટીનાં અનેક અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા બાદ આજે ડો.વિજય દેસાણી પણ કોરોનાની ઝપટે ચડયા છે. ડો.વિજય દેસાણીએ છેલ્લા પાંચ દિવસમાં પોતાના સંપર્કમાં આવેલા તમામને કવોરન્ટાઈન થવાની અપીલ પણ કરી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણીએ આજરોજ કોરોના માટેનો ટેસ્ટ કરાવતાં ઉપકુલપતિનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવેલ છે.ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તા તેમના ધર્મપત્નિ અંજલીબેન રૂપાણીએ આજરોજ ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીને ટેલીફોનીક ખબર-અંતર પુછ્યા હતા. મુખ્યમંત્રીએ ઉપકુલપતિના તંદુરસ્ત આરોગ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ નીતિન પેથાણી તેમજ રજીસ્ટાર સહિત ૪૫થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા ત્યારે આજરોજ ઉપકુલપતિ ડો.વિજય દેસાણી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. હાલ તેઓ ૧૪ દિવસ માટે હોમ આઈસોલેટ થયા હોવાનું જાણવા મળ્યું છે.

Loading...