Abtak Media Google News

ભાવનગર ખાતે દેશનું પ્રથમ સીએનજી ટર્મિનલ ઉભું કરાશે:૫૦ ઔદ્યોગિક એકમોનાં જુથથી જીઆઈડીસી બનાવી શકાશે

સમગ્ર વિશ્ર્વમાં અને દેશભરમાં ગુજરાત રાજય પોતાનું એક આગવું સ્થાન ધરાવી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં વાઈબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવાનું શરૂ કર્યું તેનાથી રાજયને અનેકગણો ફાયદો પહોંચ્યો છે અને દેશને અનેકગણા નાણા પણ મળ્યા છે. વાઈબ્રન્ટ ગુજરાતમાં થયેલ કરારો વિશ્ર્વનાં અન્ય દેશો સાથે કરવામાં આવતા અનેકવિધ રીતે ગુજરાત રાજયને તેનો ફાયદો પહોંચ્યો છે ત્યારે વિધાનસભા સત્રમાં સૌરભભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, ૨૦૧૯ વાઈબ્રન્ટ સમિટમાં થયેલા કરારોમાંથી ૪૭ ટકા કરારો વાઈબ્રન્ટ થયા છે. સમીટમાં કુલ ૨૮,૩૬૦ પ્રોજેકટોનાં એમઓયુ વિવિધ દેશો સાથે કરવામાં આવ્યા હતા જેમાના ૬,૧૭૧ પ્રોજેકટો ચાલુ કરાયા છે જયારે ૭૩૧૧ પ્રોજેકટો આવનારા સમયમાં ચાલુ કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું.

સૌરભભાઈ પટેલે વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે, ૨૦૧૭ વાઈબ્રન્ટ સમીટમાં કુલ ૨૪,૭૪૪ પ્રોજેકટો અંગેના એમઓયુ સાઈન કરવામાં આવ્યા હતા જેમાંથી ૧૫,૮૬૬ પ્રોજેકટો અથવા તો કહી શકાય કે કરારોને ચાલુ કરાયા છે જેની સફળતાનો આંકડો ૭૩.૪૦ ટકાનો રહ્યો છે. તેઓએ ૨૦૧૫ની માહિતી આપતા જણાવ્યું હતું કે, કુલ ૨,૨૧,૩૦૪ પ્રોજેકટોના એમઓયુ કરવામાં આવ્યા હતા જેમાના ૧૫,૪૪૮ પ્રોજેકટોને ચાલુ કરવામાં આવતા તેનો આંકડો ૭૨.૭૦ ટકાએ પહોંચ્યો હતો. સૌરભભાઈ પટેલે જણાવતા કહ્યું હતું કે, આવનારા સમયમાં રાજય સરકાર ઔધોગિક એકમો માટે નવી પોલીસીને અમલી બનાવશે જેથી ઉધોગકારોને પોલીસીનો મહતમ લાભ મળતો રહે. તેઓએ ઉમેરો કરતા જણાવ્યું હતું કે, હાલ ગુજરાત રાજયમાં ૨૧૬ જીઆઈડીસી રહેલી છે પરંતુ હવે ૫૦ ઈન્ડસ્ટ્રીયલ યુનિટોનું પ્લસ્ટર ઉદભવિત થતા જ નવી જીઆઈડીસીને અમલી બનાવવામાં આવશે જેથી ઉધોગકારોને તેનો મહતમ લાભ મળતો રહે.

2.Tuesday 2

વિધાનસભા સત્રમાં સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભાવનગર ખાતે દેશનું પ્રથમ સીએનજી ટર્મિનલ સ્થાપિત કરાશે જેના માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સાથોસાથ બંદરો ઉપર કોમર્શિયલ કાર્ગોની સુવિધા વધુ સુદ્રઢ બનાવવા માટે અન્ય જેટીઓના નિર્માણ માટે પણ પરવાનગી આપવામાં આવી છે જેના કારણોસર રાજયને અંદાજે ૪૧૨ કરોડ રૂપિયાનો ફાયદો પહોંચશે તેવું લાગ્યું છે. હાલ ગુજરાત મેરીટાઈમ બોર્ડ પાસે ૩૩ કેપ્ટીવ જેટી રહેલી છે ત્યારે નવી જેટીઓ બનાવવા માટેની પરવાનગી મળતાની સાથે જ દેશનો આર્થિક વિકાસ દર ઘણો ખરો વધશે અને તેનો ફાયદો પણ ઉધોગકારોને મળતો રહેશે. આ તકે સરકાર દ્વારા અલંગ શીપ બ્રેકિંગ ખાતે નવા ૭૦ પ્લોટોને અપગ્રેડ કરવાનો પણ નિર્ણય લીધો છે. ભારત ખેતીપ્રધાન દેશ છે અને દેશ અને રાજયની મુખ્ય અર્થવ્યવસ્થા ખેતી પર આધારીત રહેલી છે ત્યારે ખેડુતોને પ્રોત્સાહિત કરવા માટે તેઓને વિજળી આપવાના સમયમાં પણ વધારો કરવાનું જણાવ્યું છે ત્યારે હવે ખેડુતોને બે તબકકામાં લાઈટ મળશે જેમાં વહેલી સવારના ૫ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી અને બપોરના ૧ વાગ્યાથી રાત્રીના ૯ વાગ્યા સુધી તેઓને લાઈટ મળી રહેશે જેથી તેઓ તેમનું ખેતીનું કામ પૂર્ણત: કરી શકે અને રાજય અને દેશનાં વિકાસ માટે અહમ ફાળો પણ આપી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.