Abtak Media Google News

જામનગર પશુપાલન શાખા જીલ્લા પંચાયત તેમજ દમુબેન જીતેન્દ્રભાઇ શાહ લંડન (યુ.કે.) તથા પશુપાલન ખાતુ ગુજરાત રાજયના સહયોગથી પશુ આરોગ્ય મેળા અભિયાન ૨૦૧૯ વિનામૂલ્ય  નિદાન સારવાર અને શસ્ત્રક્રિયા  કેમ્પનુંવિનામુલ્યે આયોજન કાલાવડ તાલુકાના આણંદપર ગામે રાખવામાં આવેલ જે દમુબેન જીતેન્દ્રભાઇ શામ લંડન (યુ.કે.) ડો. પ્રજ્ઞેશભાઇ માદરીયા પશુ ચિકિત્સા અધિકારી કાલાવડ ડો. ભગીરથ પટેલ જીલ્લા પશુપાલન અધિકારી જામનગર તેમજ ડો. કિશોરે કાટડીયા ડો. વીરાણી , ડો. સુરેશ પરમાર, ડો. ગામીત તેમજ પશુ સારવાર ડોકટરોની ટીમ ઉ૫સ્થિત રહેલ આણંદપરના સરપંચ મનસુખભાઇ જેસડીયા તલાટી મંત્રી સરવૈયા પંચાયતના તમામ સભ્યો ગ્રામજનો ઉ૫સ્થિત રહેલ નવગામના પશુપાલકોએ લાભ લીધેલ જેમાં ૬ સર્જીકલ ર૩ ગાયનેક ૧૨૫ મેડીસીન અને ૧૨૭ ખસીકરણ કરવામાં આવેલ તથા ૩૨૫૦ પશુઓને દવાઓનું વિતરણ કરવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.