Abtak Media Google News

 નારી સુરક્ષાને લઈને કામ કરતી સંસ્થાઓની અને સરકારની સમાજમાંથી ધાક ઓસરી રહી છે:  આચાર્ય

જુનાગઢ પૂર્વ આરોગ્ય મંત્રી તેમજ ભાજપના પીઢ ગણી શકાય તેવા મહિલા આગેવાન હેમાબેન આચાર્ય ગઈકાલે હૈદરાબાદ બળાત્કારીઓ ના એનકાઉન્ટર બાબતે વાતચીત કરતા જણાવ્યું હતું કે બળાત્કારીઓ સાથે યોગ્ય થયુ છે પરંતુ સમાજમાં બળાત્કારીઓ ની હિંમત અને સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે ચીંતાનો વિષય છે અને તેના માટે ક્યાંક નહી ક્યાંક  જવાબદાર સરકાર સંસ્થાઓ અને કાયદાની વ્યવસ્થાઓ છે નિર્ભયપણે આવા  કૃત્યો આચરનારાઓને સમાજ માંથી હાંકી કાઢવા જોઈએ

7537D2F3 6

હૈદરાબાદ બળાત્કારીઓના એન્કાઉન્ટરના મામલે તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે મહિલાઓ પરના અત્યાચારોમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે તે ખરેખર ચિંતાનો વિષય છે સાથે સાથે આજે  પીડિતાઓ ન્યાય માટે પોલીસ સ્ટેશન થી લઈ કોર્ટ સુધી પહોંચી છે તે પણ એક સારી બાબત છે પરંતુ સમાજમાંથી આ દુષણને ડામવા સરકાર જેટલીજ જવાબદાર  મહિલા સુરક્ષા માટે કામ કરતી સંસ્થાઓ છે સમાજમાંથી નારી સુરક્ષા માટે કામ કરતી સંસ્થાઓ ની ધાક ઓસરી રહી છે જે મોટો ચિંતાનો વિષય છે સાથે સાથે જેલોમાં પણ કાર્ય પદ્ધતિ બદલાય છે ગુનેગારોને સુધારવા માટે કામ ચાલી રહ્યા છે તેવુ ના હોવું જોઈએ પરંતુ જેલ ગુનેગારોની સજા માટે હોવી જોઈએ તેમણે કરેલા ગુના માટે તેને ખોટું થયાનો અહેસાસ થવો જ જોઈએ ત્યારે ખરા અર્થમાં જેલની વ્યવસ્થા સાર્થક થાસે આવા કામ કરીને જેલમાં જલસા કરતા ગુનેગારો હાલની વ્યવસ્થા થી એક તબક્કે  પ્રોત્સાહિત થઇ રહ્યા છે  જૂનાગઢનો ચાંદની હત્યાકાંડ હોય, નિર્ભયાકાંડ હોય, હૈદરાબાદ ની ઘટના હોય, કે પછી રાજકોટ  વિચારતા  પરિવારની નાની દીકરીની વાત હોય, સરકારોએ આ બાબતે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે સભ્ય સમાજના દૂષણ  સમાન આવા ક્રુત્યોના આરોપીઓને જરાપણ બક્ષવા ના જોઈએ અને તેને હિંન કૃત્ય  કર્યા ની સજા મળી રહી છે તેનો તેને અહેસાસ થવો જોઈએ તે આજની સામાજિક જવાબદારી પણ છે સાથે સાથે આવા કૃત્યો ઘટાડવા માટે મહિલાઓની સુરક્ષા માટે કામ કરતી સંસ્થાઓએ પણ આગળ આવવું જોઈએ જરૂર પડ્યે પોલીસ તેમજ સરકાર સામે બાથ ભીડી મહિલાઓને ન્યાય અપાવવો જોઇએ આજના વર્તમાન સમયમાં એક સમયની મહિલા સંસ્થાઓની ધાક હાલ ઓસરી રહી હોય તેવુ લાગી રહ્યું છે આ બાબતની ન્યાયિક પ્રક્રિયા પણ ઝડપી અને સચોટ હોવી જોઈએ જેનાથી આવા કૃત્યો આચરનારાઓ એક તબક્કે ન્યાય વ્યવસ્થા થી કંપવા જોઈએ ગરીબ પરિવારની દીકરીઓના માથે છત નથી તેમની અને તેમના પરિવારને ખુલ્લામાં જીવન જીવવું પડે છે અને તેના કારણે આવા પરિવાર ની દીકરીઓ વધારે પડતો ભોગ બને છે ત્યારે આવા પરીવારની દીકરી ઓના માથે છત હોય જે સરકારની જવાબદારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.