વડતાલધામમાં ૬થી ૧૨ નવેમ્બર વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાશે

120

સાત દિવસીય મહોત્સવમાં ૨૫ લાખ દર્શર્નાથી ઉમટશે: ૧૫ ગામોમાં ઉતારાની વ્યવસ

જે ભૂમિના કણ-કણમાં સંતોનું સર્મપણ અને અક્ષરધામના અધિપતિનું અશ્ર્વૈર્ય આજેય અનુભવાય છે. એવી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ ખાતે તા.૬ થી ૧ર નવેમ્બર શ્રી વચનામૃત દ્વિશતાબ્દૃી મહોત્સવ ઉજવાશે.

શ્રીહરિએ જે ભૂમીનો રંગોત્સવથી રંગી છે, જે જગ્યા શ્રીહરિના પ્રેમે ભીંજાણી, જ્યાં શિક્ષાપત્રી લખાણીન્ો મહારાજે સંતોની સેવાનો વખાણી એવી સમર્પણ,સત્સંગ અને શાસ્ત્ર નિર્માણની ત્રિવેણી સંગમ સમી ભૂમી વડતાલધામ ખાતે ર૦ વચનામૃતની ભેટ આપી છે. વડતાલ એક માત્ર એવી ભૂમિ છે જ્યાં શ્રીહરિએ દૃેવના સિંહાસનમાં બેસી વચનામૃત પ્રબોધ્યાં છે.

શ્રીહરિએ પોતાના ભક્તોને કાર્તિકી અને ચૈત્રી સમૈયામાં વણ તોડે વડતાલ આવવાની આજ્ઞા કરી છે. ભગવાન શ્રીહરિની પરાવાણી સમા વચનામૃતનું સંવત  ૧૮૭૬માં પ્રાગટ્ય થયું હતું. જેનો સંવત ર૦૭૬માં બસો વર્ષ પૂર્ણ થતાં હોય. વડતાલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડ અને સમસ્ત દક્ષિણ દૃેશના સંતો-ભક્તોના સહયોગથી આ કાર્તિકી સમૈયો શ્રી વચનામૃત દ્વિશતાબ્દૃી મહોત્સવ તરીકે ઉજવાનાર છે. વડતાલ તથા આજુબાજુના ગામોની ૩૦૦ વીંઘા ઉપરાંત જમીનમાં

આ મહોત્સવ ઉજવાનાર છે. આ મહોત્સવમાં શ્રીહરિએ ઉદ્બોધેલ શ્રી વચનામૃત ગ્રંથના અમૃત રસાયણો ઘુંટાશે. સંપ્રદાયના વિદ્વાન સંતો પૂ.જ્ઞાનજીવનદાસજી સ્વામી, પૂ.શા.ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી, પૂ.શા.નિલકંઠચરણદાસજી સ્વામી, પૂ.શા.નૌતમપ્રકાશદાસજી સ્વામી, પૂ.શા.માધવપ્રિયદાસજી સ્વામી, પૂ.ધર્મવલ્લભદાસજી સ્વામી તથા પૂ.શા.સત્સંગભૂષણદાસજી સ્વામી વચનામૃતના માધ્યમે આધ્યાત્મ પાથેય પીરસશે.

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ ખાતે તા.૬ નવેમ્બરથી વચનામૃત દ્વિશતાબ્દૃી મહોત્સવનોપ્રારંભ થશે. જે અંતગર્ત તા.પ ના મંગળવારના રોજ બપોરના ૩:૩૦ કલાકે જોળ ગામેથી આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીની અધ્યક્ષતામાં ભવ્યાતિભવ્ય શોભાયાત્રા-પોથીયાત્રાનો પ્રારંભ થશે.

તોઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભગવાન શ્રીહરિની પરાવાણી એટલે વચનામૃત જેને ર૦૦ વર્ષ પૂર્ણ થતાં હોઈ વડતાલ ખાતે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ખૂબ જ ધામધૂમ પૂર્વક તા.૬ થી ૧ર નવેમ્બર દરમ્યાન ખૂબ જ દબદબાભેર ઉજવાનાર છે. જે અંતર્ગત તા.પ ના મંગળવારના રોજ બપોરના ૩:૦૦ કલાકે જોળ ગામેથી પોથીયાત્રા-શોભાયાત્રાનો પ્રારંભ થશે. આ શોભાયાત્રામાં બે હાથી, ૩ બગી, રર શણગારેલ ટ્રેક્ટર ફલોટ, (જેમાં નારીશક્તિ નારી ભક્તિ, પર્યાવરણ, જળ બચાવો, સ્વચ્છતા અભિયાન જેવા સમાજ ઉપયોગી ફલોટ) જોડાશે. આ શોભાયાત્રમાં મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર, મધ્યપ્રદૃેશ, તામીલનાડુ, રાજસ્થાન અને ગુજરાત લોક્ધાૃત્યો આકર્ષણનું કેન્દ્ર રહેશે. નાસીક ઢોલના તાલે અને અનેક ભજનમંડળીયો ભજનની રમઝટ બોલાવશે. સાથે સાથે હિમંતનગરની તથા નડિયાદની પ્રખ્યાત બોન્ડ પોતાની સુરાવલી રેલાવશે.

મહોત્સવ ૩૦૦ વિઘા જમીનમાં ઉજવાશે, ર૧ થી રપ લાખ દર્શનાર્થીઓ પધારશે, જેમાં ૭૦૦૦ એન.આર.આઈ. ભક્તો મહોત્સ્વમાં પધારશે,  મહોત્સવમાં બહારગામથી આવતા ભક્તો માટે ૧૪ પ્લોટમાં – ૭પ વિઘા જમીનમાં પાર્કીંગની વ્યવસ્થા કરવામાં આવી છે,  ૧પ૦૦૦ ઉપરાંત સ્વયંસેવકો અને મહેમાનો માટે વડતાલધામમાં હંગામી ઉતારાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, વડતાલ ઉપરાંત આપપાસના ૧પ ગામોમાં હરિભક્તોના ઘરોમાં પણ ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે, ર૦૦ ઉપરાંત ખેડૂત ભાઈઓએ સ્વેચ્છાએ મહોત્સવમાં જમીન ઉપયોગ કરવા આપી છે.

વડતાલધામ ખાતે સ્વચ્છતા જળવાઈ રહે તો માટે ૧૦૦૦ ઉપરાંત ટોયલેટ બ્લોક્સ બનાવાયા, મહોત્સવ દરમ્યાન રપ૦ ઉપરાંત હરિભક્તો દ્વારા નિત્ય રાત્રે આખા ગામના રાજમાર્ગોની સફાઈ કરવામાંઆવે છે,  ૧૦૦૦ ઉપરાંત કાર-બસ-ટ્રેક્ટર સહીતના મોટા વાહનો મહોત્સવની સેવામાં છે,  મહોત્સવ માટે કુલ ૬.પ લાખ સ્કે.ફૂટ સુવિધાયુક્ત મંડપ બાંધવામાં આવ્યો છે,  ૬ લાખ સ્કે.ફૂટ એરીયામાં તા.રપ/૧૦/૧૯ થી ૧ર/૧૧/૧૯ સુધી પ્રદર્શન યોજાયું છે, સવા બસો સવા સો ના વિશાળ મુખ્ય સ્ટેજ ઉપરાંત પ્રદર્શન એરીયામાં આવેલ રપ નાના મોટા સ્ટેજ ઉપરથી વિવિધ કાર્યક્રમો રજુ થશે, ર૦૦ કુંડીની યજ્ઞશાળા બનાવાઈ છે.

જેમાં વૈદિક વિધિથી વિશ્ર્વ શાંતિ અને પર્યાવરણની રક્ષા માટે રપ૦ ઋષીકુમારો અને ૮૦૦ હરિભક્તો દ્વારા આહુતિ અપાશે,  સમગ્ર મહોત્સવનું સંચાલન ૮૦ વિભાગીય સમિતીઓ દ્વારા થઈ રહૃાું છે. જે સમિતિમાં સંતો અને હરિભક્તો કર્મભક્તિ દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણને રાજી કરી રહ્યા છે,

આ વિવિધ સમિતિઓમાં પ૦૦ ઉપરાંત સંતો અઅને ૧પ હજાર હરિભક્તો ખેડપગે દિવસ રાત જોયા વિના કાર્ય કરી રહ્યા છે, સમગ્ર વડતાલધામમાં એકજ સ્થળેથી ઓપરેટ થતી પબ્લીક એનાઉસ્મેન્ટ સીસ્ટમ કાર્યરત છે.

Loading...