Abtak Media Google News

જય માધવ…જય યાદવનાં નાદ સાથે આયોજકોનું પુષ્પવર્ષાથી અભિવાદન

ભાલકા તીર્થ (શ્રીકૃષ્ણ દેહોત્સર્ગ સ્થળ) બાર કરોડનાં ખર્ચે નવા મંદિરનાં નિર્માણની સાથે સાથે પ્રથમ ઘ્વજારોહણનો મોકો શ્રી કૃષ્ણ (યદુનંદન)નાં વંશજો (ક્ષત્રિય યાદવ) સમાજને દેવામાં આવેલ છે ત્યારે ગુજરાત આહીર સમાજ દ્વારા પડકાર ઝીલીને સુવર્ણ શિખર ધર્મઘ્વજા મહોત્સવનું ભવ્ય આયોજન કરાતા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બનાવીને સર્વ સમાજને સાથે જોડીને સમાજ એકતા અને ભવ્ય સંસ્કૃતિનો ઝાંખી કરાવેલ છે તે વેળાએ પ્રજાપતિ સમાજ દ્વારા આ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં ૨૦૦૦થી પણ વધારે ફોર વ્હીલ અને ૫૦૦૦થી પણ વધારે ટુ-વ્હીલ સાથે હજારો નહીં પણ લાખોની સંખ્યામાં જોડાયા હતા અને આ રથયાત્રાને સફળ બનાવેલ અને મંદિર વિશેષતા એ છે કે મંદિરનાં શિખરને ક્ષત્રિય આહિર સમાજ દ્વારા સોનાથી શણગારવામાં આવનાર છે.

આ કાર્યક્રમમાં પ્રમુખ અરવિંદભાઈ ચાવડા, દેવજીભાઈ ડાભી, ગીગાભાઈ ચાવડા, મનીષભાઈ વિસાવડીયા, નારણભાઈ વિસાવડીયા, બાબુભાઈ ચાંડેગરા, રામજીભાઈ રાવત, ડાયાભાઈ જેઠવા, કાનજીભાઈ દેવળીયા, પ્રકાશભાઈ જોગિયા, જેન્તીભાઈ લાડવા, ભરતભાઈ વિસાવડીયા, જયેશભાઈ દેવળીયા, પ્રવિણભાઈ ડાભી, પ્રિતેશભાઈ ચિત્રોડા, સુરેશભાઈ રાવત, હરેશભાઈ ચિત્રોડા, બિપીનભાઈ ચાવડા, કાનજીભાઈ ચાવડા, જીજ્ઞેશભાઈ ટાંક, સુરેશભાઈ કાતરીયા, જેન્તીભાઈ દેવળીયા, પ્રકાશભાઈ દેવળીયા, જગદીશભાઈ વાઘેલા, રામભાઈ પાણખળીયા, દિનેશભાઈ સવનીયા, તુષારભાઈ દેવળીયા, હિતેષભાઈ રાવત, વિજયભાઈ ટાંક, નરેશભાઈ જેઠવા, મનસુખભાઈ ગોહેલ, કિરીટભાઈ ચિત્રોડા, જીવનભાઈ રાવત, ઉષાબેન કુશકીયા, કાજલબેન લાખાણી સહિતનાં અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે આહિર અગ્રણી ભગુભાઈ વાળાએ જણાવ્યું હતું કે, આ રથયાત્રાનો નજારો ખરેખર તો એમાં શામિલ હતા એને જ ખબર પડે. એનું વર્ણન કરવા શબ્દ નથી અને એમાં પણ ભગાભાઈની વન મેન આર્મીની ભૂમિકા કાબિલે દાદ એના વગર પોસિબલ જ નહોતી યાત્રા. રથની આગળ એની ગાડી હોય જે ગામમાંથી રથ પ્રસાર થાય એની લાઈટ બંધ થઈ જતી. વૃક્ષની ડાળ કે બીજુ કંઈ રથમાં નડતું હોય તો ફટાફટ માથે ઉભી વ્યવસ્થા કરાવતા. ટુંકમાં વન મેન આર્મી ખરેખર દ્વારકાધીશ અને ભગાભાઈ બારડનાં કારણે જ આવડી મોટી રથયાત્રા કોઈ પણ વિઘ્ન વગર સફળ રહી હોવાનું જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.