Abtak Media Google News

૪પ લાખ રૂપિયા મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી

ઈંગ્લીશ દારૂ હોવાની બાતમીના આધારે જ્યારે પોલીસ દરોડો પાડવા ગઈ ત્યારે ખાલી મકાનમાંથી લાખો રૂપિયાની રોકડ અને સોના-ચાંદીના દાગીના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે પોલીસને હાથ લાગ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે પોસ્ટઓફિસ રોડ પર એક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે જ્યારે દરોડા પાડ્યા તો આ મકાનમાંથી દારૂ તો ના મળ્યો પણ પોલીસને હાથ ૪૫ લાખ રૂપિયા રોકડા અને ૮ ગ્રામ સોનાના દાગીના હાથ લાગતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને આ સમગ્ર મામલાની જીણવટભરી તપાસ હાથ ધરી છે.ત્યારે હાલ પોલીસે ૪૫ લાખની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરીને આ ખાલી મકાન કોનું છે તે સહિતની વિગતો મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.