Abtak Media Google News

એક બુટલેગરની ધરપકડ: એલ.સી.બી.ના સપાટાથી બુટલેગરોમાં દોડધામ.

વેરાવળ જી.આઇ.ડી.સી. માં એલ.સી.બી.એ. ગઇકાલે ચેકીંગ હાથ ધરતા ૬ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસને મળતી બાતમી મુજબ જી.આઇ.ડી.સી. આફતાબ કંપનીની બાજુમાં આવેલ શબીર અલી નામના ઇસમના ગોડાઉનમાં વિદેશી દારુનો જથ્થો છુપાવામાં આવેલ હતો.

પોલીસે દરોડો પાડી દિવાનીયા કોલોનીમાં રહેતા મોહસીન ઉર્ફે જાડો નુરતાક કાઝી નામના બુટલેગરને ને સ્થળ પરથી ઝડપી પાડયો હતો. ઝડપાયેલા આ બુટલેગરની પોલીસે આગવી ઢબે પુછપરછ હાથ ધરતા દારુનો જથ્થો વેરાવળની બહાર કોટ વિસ્તારમાં રહેતા મકબુલ પટણી પાસેથી મંગાવ્યાનું બહાર આવ્યું છે.

વેરાવળમાં જંગી વિદેશી દારુનો જથ્થો ઝડપાતા બુટલેગરોમાં દોડધામ મચી જવા પામી છે. તો બીજી બાજુ ૬ લાખની કિંમતનો જંગી વિદેશી દારુ વેરાવળની જી.આઇ. ડી.સી.ના ગોડાઉન સુધી પહોંચી ગયો ત્યાં સુધી સ્થાનીક પોલીસ કામગીરી સાથે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.