Abtak Media Google News

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે જાહેર નામુ બહાર પાડયું: તા.૧ ઓકટોબરથી અમલ

હવે દેશભરમાં વાહનનાં ડ્રાઈવીંગ લાયસન્સ અને આર.સી. બુકમાં એક રૂપતા લાવવા માટે કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. અને આ નિર્ણયના ભાગરૂપે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે એક નોટીફીકેશન પણ બહાર પાડી દરેક રાજયોને આગામી તા.૧ ઓકટોબરથી અમલવારી માટે પણ મોકલી દેવાયાનું આર.ટી.ઓ કચેરીના સુત્રોમાંથી જાણવા મળેલ છે. આ નિર્ણયનાંપગલે હવે લોકો દેશભરમાં બિન્દાસ્ત ફરી શકશે

આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ અત્યાર સુધી ડ્રાઈવીંગ લાયસન્સ અને આર.સી. બુક જુદા જુદા આકાર અને રંગમાં આવે છે. પરંતુ હવે રાજકોટ સહિત દેશભરમાં ડ્રાઈવીંગ લાયસન્સ અને આર.સી. બુક એક સરખા જ રહેશે.

નવી વ્યવસ્થા મુજબ દેશનાં દરેક રાજયમાં એક સરખા જ ડ્રાઈવીંગ લાયસન્સને આર.સી.બુકો બનશે.

આ નવા કમ્બાઈન્ડ આર.સી.બુક અને ડ્રાઈવીંગ લાયસન્સ કયુ આર.કોડ અને સારથી સોફટવેર સાથે કનેકટ હશે આ કાર્ડમાં આગળની બાજૂ ફોટાની જગ્યા બાજુમાં નામ સરનામું જન્મતારીખ અને બ્લડ ગ્રુપ લખેલુ હશે. તેમજ નવા કાર્ડની પાછળ કયુ.આર.કોડ દર્શાવાશે જે સ્કેન કરતા લાયસન્સ ધારકની તમામ માહિતી મળી જશે. આ કાર્ડમાં પ્રથમ વખત લાયસન્સ કયારે ઈશ્યુ થયું તેની અને ઈમરજન્સી મોબાઈલ નંબર તથા લાયસન્સની સમય મર્યાદા પણ હશે. આ ઉપરાંત આર.સી.બુકમાં વાહનની લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ, વાહન માલીકનું નામ સરનામું રજીસ્ટ્રેશનની તારીખ વાહનના એન્જીન અને ચેસીસ નંબર અને પાછળની બાજુ ઈમરજન્સી મોબાઈલ નંબર વિગેરે વિગતો દર્શાવાઈ હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.