Abtak Media Google News

શાકભાજીમાં રહેલા પ્રોટીન અને વિટામીન-બીના કારણે જાતીય શકિતમાં વધારો થતો હોવાનો એક સર્વેમાં ખુલાસો

અત્યાર સુધી મનાતું હતુ કે આરોગ્યમય રહેવા માટે કે વજન ઘટાડવા માટે શાકાહાર શ્રેષ્ઠ છે. પરંતુ તાજેતરમાં આવેલા એક સર્વેમાં બહાર આવવા પામ્યું છે કે શાકાહારીઓ શ્રેષ્ઠ પ્રેમીઓ હોય અને તેઓ માંસાહારીઓ કરતા વધારે સેકસ માણી શકે છે ! ઈગ્લેન્ડ સ્થિત હકનાલ ડીસ્ચેચ કરવામાં આવેલા આ સર્વેમાં એવું પણ બહાર આવવા પામ્યું છે માંસાહારીઓ પથારીમાં સ્વાર્થી અને શાકાહારીઓની તુલનામાં તેમની જાતીય જીવનથી નાખુશ હોય છે. ૫૭ ટકા એટલે કે મોટાભાગ શાકાહારીઓએ જણાવ્યું હતુકે તેઓ અઠવાડીયામાં ત્રણથી ચાર વખત સેકસ કરે છે. જયારે મોટાભાગના માંસાહારીઓ અઠવાડીયામાં એક કે બે વખત સેકસ માણે છે.

આ સર્વેમાં એવું પણ બહાર આવવા પામ્યું છે કે ૮૪ ટકા એટલે મોટાભાગના શાકાહારીઓ પોતાના જાતીય જીવનથી સંતુષ્ટ છે. જયારે ૫૯ ટકા માંસાહારીઓ પોતાના જાતીય જીવનથી સંતુષ્ટ છે.આ સર્વે માટે ઈગ્લેન્ડના સૌથી મોટી એકસ્ટ્રા મેરીટલ પોર્ટલ ઈલીસી એનકાઉન્ડર ડોટ કોમ દ્વારા ૫૦૦ શાકહારી જેમાં ૩૮ ટકા શુધ્ધ શાકાહારી અને ૫૦૦ માંસાહારીઓને આ પ્રશ્ર્નોતરી કરીને વિગતો મેળવી હતી. આ સર્વેમાં આવેલી બીજી વિગતો મુજબ શાકહારીઓ એવા ખાધ પદાર્થોનું સેવન કરે છે. જેનાથી તેના જાતીય વિષયક ગુણધર્મોમાં વિકાસ થાય છે. જેમકે મકા, મેથીનાપાન જિનસેંગ, વરીયાળી, વગેરે જેવા જાતિય ઉતેજનાને વધારનારા કુદરતી ખાધ પદાર્થોનું સેવન કરવાથી જાતીય શકિતમાં વધારો થાય છે.

Banna

આ સર્વેમાં આવેલી રસપ્રદ વિગતો મુજબ ૯૫ ટકા શુધ્ધ શાકહારીઓ તેમના સેકસથી સંતુષ્ટ છે. ૮૮ ટકા શાકાહારીઓ સેકસ માટે ઉત્તેજના લાવવા ફોર પ્લે અને ૪૮ ટકા શાકાહારીઓ ગંદી વાતોનો સહારો લે છે. જયારે સેકસ માટે શારીરીક ઉત્તેજના લાવવા ફોર પ્લે માટે ૬૮ ટકા અને ગંદીવાતોને ૩૫ ટકા માંસાહારીઓ મદદ લે છે. જેમાંથી આ બંધન શાકાહારીઓ માટે ૨૬ ટકા જયારે માસાંહારીઓ માટે ૧૫ ટકા આનંદપ્રદ હોવાનું ખૂલવા પામ્યું છે.

શાકાહારીઓ દ્વારા આરોગાતા શાકમાજી આધારિત ખોરાકમાં ઝીંક અને વિટામીન બી ની ભરપૂરમાત્રા હોય છે જે જાતીય શકિત વધારે કેળા, ચણા અને એવોકાડો જાતીય શકિત વધારવામાં વધારે અસર કારક મનાય છે. શુધ્ધ શાકાહારીઓમાં એરોરોનિન નામના દ્રવ્યનું પ્રમાણ વધારે હોય છે. જે તેમના સેકસ દરમ્યાન જાતીય શકિતને વધારો આપે અને સેકસમાં આનંદ લાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.