શાકભાજીના ભાવમાં 30થી 40 ટકાનો વધારો

80

ગુજરાત મધ્ય પ્રદેશ અને મુંબઇમાં પડી રહેલા ભારે વરસાદને કારણે અમદાવાદના શાકભાજી માર્કેટ પર તેની અસર પડી છે. ભારે વરસાદના પગલે અનેક હાઇવે બંધ છે, મહારાષ્ટ્ર તરફથી આવતાં શાકભાજીની ટ્રકો ફસાઇ હોવાથી અમદાવાદ આવી નથી.

તેની માર્કેટ પર અસર પડી છે અને વેપારીઓ પોતાનો માલ સમયસર પહોંચતો ન હોવાથી માલની હેરાફેરી બંધ કરી છે. આવક ઘટવાના કારણે લીલા શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો છે.

વરસાદને કારણે પાક પાણીનું ચિત્ર સુધરી ગયું છે. શાકભાજી ભારે વરસાદને કારણે ધોવાઈ ગયા છે. જેને કારણે દરેક શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે.સૌથી વધુ રીંગણા મોંઘા બન્યા છે.ચાર પાંચ દિવસ પહેલા 10-15 રૂપિયાના કિલો વેચાતા રીંગણા યાર્ડમાં હરાજીમાં રૂ.130માં વેચાયા હતા.

Loading...