વીર સાવરકર જન્મજયંતિ, PM મોદીએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી…

વિનાયક દામોદર સાવરકર જન્મજયંતિએ વડાપ્રધાન અને ગૃહપ્રધાને આપી શ્રદ્ધાંજલિ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિનાયક દામોદર સાવરકર જન્મજયંતિ નિમિત્તે સવારે વિનાયક દામોદર સાવરકરને શ્રદ્ધાંજલિ અર્પી હતી. પીએમ મોદીએ વિનાયક સાવરકરને ટ્વિટ કરીને સ્વતંત્રતા ચળવળમાં તેમના યોગદાનને યાદ કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ એક વીડિયો પણ ટ્વીટ કર્યો, જેમાં તેમણે વિનાયક સાવરકરનો ઉલ્લેખ કર્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, ‘હું વીર સાવરકરની જન્મજયંતિ પર તેમને સલામ કરું છું, અમે તેમની બહાદુરી, આઝાદીની ચળવળમાં ફાળો આપવા અને હજારો લોકોને પ્રોત્સાહિત કરવા બદલ તેમને નમન કરીએ છીએ.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સાવરકરને શ્રદ્ધાંજલિ આપી હતી અને ટ્વિટ કર્યું હતું કે

” વીર સાવરકરે ભારતની આઝાદી માટે અનેક ત્રાસ સહન કર્યા હતા. વિશ્વમાં ભાગ્યે જ સાવરકર જેવો દેશ ભક્ત હશે જેણે દેશ માટે આટલું બધું ભોગવ્યું હોય. તેમણે અસ્પૃશ્યતા સામે પણ લડ્યા હતા અને મંદિરોમાં દલિત સમાજના પ્રવેશ માટે સંઘર્ષ કર્યો હતો. આવા મહાન દેશભક્તના ચરણોમાં સત સત વંદન.”

 

 

Loading...