કચ્છના કાળીયા ધ્રોને પ્રવાસન નકશામાં વિશ્વ સ્તરે સ્થાન અપાવતા વરૂણ સચદે

કરોડ વર્ષ જુનુ ઉલટ સ્થિત કાળીયા ધ્રો વરસાદી મોસમમાં જીવંત બને છે

વર્ષ ૨૦૨૧ની આવી યાદી બહાર પાડવા માટે ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ પાસે ૨૦૦૦ જેટલી એન્ટ્રીઓ આવેલ હતી. જેમાંથી પસંદ કરવામાં આવેલ બાવન સ્થળોમાં કચ્છના યુવા સાહસિક અને વિશ્વપ્રવાસી એવા વરૂણ સચદે ધ્વારા મોકલવામાં આવેલ કચ્છના કાળિયા ધોની પસંદગી થતાં કચ્છને પ્રવાસન નકશામાં વિશ્વ સ્તરે સ્થાન મળેલ છે. આ બાવન સ્થળોમાં પસંદ થયેલ ભારતના અન્ય બે સ્થળો નંદાદેવી તથા લદાખને પાછળ મુકી કચ્છનો કાળિયો બ્રોને ૩જું સ્થાન અપાવી વરૂણ સચદે કચ્છને ગૌરવ અપાયેલ છે. વરૂણ સચદેને તેમને મળેલ સિદ્ધિ અંગે પૂછતાં જણાવેલ કે, નકશામાં પણ ન હોય તેવા સ્થાનો તથા માર્ગ શોધવાનો મને હંમેશાથી શોખ રહયો છે. હું દુનિયાભરના ૩૨ દેશો તથા ભારતના ૨૨ જેટલા રાજયોમાં રખડ્યો છું, હજારો માઈલ મેં મારા મન, શરીર અને આત્મામાં ભર્યા, ભીડ ભરેલ બસોમાં અંતહિન યાત્રાઓ, દક્ષિણ અમેરીકાનો પબ્લિક ટ્રાન્સપોર્ટ વગર રસ્તાઓ પર લિફટની રાહ જોવામાં રસ્તાના કિનારે ટેન્ટ લગાવી ખુલા આકાશ નીચે વિતાવેલ ઉઘહિન રાત્રીઓ, હજારથી પણ વધારે માઈલની પગપાળા સફર, શાકાહારી ખોરાકના અભાવે નબળું પડેલ શરીર, આ તમામ તકલીફોએ મારી ઓળખ ના આપી  જયારે મારા ઘરથી માત્ર ૪૦ કી.મી. દુર આવેલ સ્થળે મને ધ ન્યૂ યોર્ક ટાઈમ્સમાં સ્થાન અપાવી ગૌરવ અપાવ્યું છે. જયારે હું ભારતમાં અને વિદેશમાં અજ્ઞાત સ્થળોની શોધખોળ કરવાની હિમાયત કરું છું, ત્યારે વિદેશીઓમાં આપણા કચ્છની વિવિધતાની શોધખોળ કરવાનો પ્રચાર પણ કરું છું. કચ્છ એ ભૈાગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાથી ભરેલી ભૂમિ છે. આપણે માત્ર કાળો ડુંગર, સફેદ રણ અને માંડવી બીચમાં અટવાઈ રહેવાના બદલે કચ્છના દરેક ખૂણાની શોધ કરવી જોઈએ. આવું જ એક સ્થળ એટલે કચ્છનો કાળિયા ધો. હજારો વર્ષથી ઉભેલ કોતરોમાંથી પસાર થતા પાણીના વહેણ તથા કચ્છની ખારી હવાઓની થપાટથી કુદરતે કરેલ અદભુત નકશીકામ કરેલ આ જગ્યા પર જશો તો તમે ખોવાઈ જશો અને તમારું પોતાનું કંઈક શોધીને પરત આવશો.

Loading...