Abtak Media Google News

ઉનાળામાં અનેક રીતે ઉપયોગમાં લેવાતી આ એક સામગ્રી તે જે અનેક રીતે રસોડામાં અને સુંદરતામાં ખૂબ ઉપયોગી બને છે. તેવી આ સામગ્રી તે લીંબુ. આ લીંબુ તે અનેક રીતે વાનગીઓમાં સ્વાદ માટે અને તેના રસને ઉનાળામાં ખૂબ પીવાતું એવું પીણું. લીંબુ તે આશરે 2-3 અઠવાડીયા સુધી તાજા રહી શકે છે. ઘરની સ્વચ્છ્તા માટે અને સુંગંધ માટે પણ ખૂબ ગુણકારી તેવું આ લીંબુ.

લીંબુ સ્વાસ્થ્ય માટે ગુણકારી કઈ રીતે ?

લીંબુ તે વિટામિન-સી થી ભરપૂર છે. તેના દરરોજ સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે. સાથે તમને શરીર ઉતારવામાં પણ ખૂબ ઉપયોગી બને છે.

લીંબુ તે ચિંતા અને ચક્કરને દૂર કરવામાં ઉપયોગી બને છે, જ્યારે પણ શરીરમાં તડકાના કારણે અસ્વસ્થતા લાગે ત્યારે તેને ખાંડ પાણી અને લીંબુ સાથે પીવામાં આવે તો ફાયદા થાય છે.

તેમાં વિટામિન અને સીટ્રસ હોવાથી તે રોગપ્રતિકારક શક્તિને પણ ઘણા ફાયદા થાય છે. ક્યારેક જો ઊંઘ ના આવે તો લીંબુનો જ્યુસ રાતે એક ગ્લાસ પીવાથી તમને ઊંઘની સમસ્યા દૂર થઈ શકે છે.

વડીલો દ્વારા સદાય કોઈપણ રોગને દૂર કરવા માટે ઉપયોગી બનતી તે આયુર્વેદિક દવાઓમાં ખૂબ ગુણકારી તેવું આ લીંબુ.

કેન્સર જેવી બીમારીમાં પણ લીંબુનું સેવન કરવાથી તેનો સ્વાસ્થ્યમાં પણ ફાયદા થાય છે.

આઇર્નની ખામી હોવાના કારણે અનેક મોટી બીમારી થતી હોય છે. ત્યારે લીંબુના રસનું દરરોજ સેવન કરવાથી તેવી સમસ્યા ઊભી થતી નથી.

તો આ રીતે લીંબુનું દરરોજ આહારમાં સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને થશે વિશેષ લાભ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.