મોટર સાયકલ પાછળ બેસનારાઓની ‘સુરક્ષા’ માટે વિવિધ જોગવાઈઓ ‘ફરજિયાત’ બનાવાય

80

રોડ અકસ્માતોમાં પાછળ બેસનારાઓનાં મૃત્યાંકને ઘટાડવા કેન્દ્રીય માર્ગ પરિવહન વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય ૧લી ઓકટોબરથી અમલમાં

સતત વિકસતા જતા ભારત દેશમાં વાહનોની સંખ્યા પણ સતત વધી રહી છે. જેથી ટ્રાફીકની સમસ્યા ઉભી થવાની સાથે રોડ અકસ્માતોનું પ્રમાણ પણ વધવા પામ્યું છે.

સામાન્ય રીતે રોડ અકસ્માતો ટુ વ્હીલર ચાલકોનાં મૃત્યુનાં પ્રમાણ વધારે હોય છે. તેમાં પણ ટુ વ્હીલર પાછળ બેસનારાઓ અકસ્માત સમયે ઉછળીને પટકાતા હોય તેમના મૃત્યુની સંખ્યા ભારે ચિંતાજનક છે.તાજેતરમાં માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુની સંખ્યા ઘટે તે માટે નઅકે સાહસિક નિર્ણય લેનારી કેન્દ્રની મોદી સરકારે ટુ વ્હીલર પાછળ બેસનારા મુસાફરોની સલામતી માટે વિવિધ જોગવાઈઓ ફરજયાત બનાવી છે.

કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન વિભાગ દ્વારા કરાયેલા નિર્ણય મુજબ ચાલુ વર્ષનાં ઓકટોબર માસથી દરેક મોટર સાયકલ ઉત્પાદક કંપનીએ પાછળ બેસનારા મુસાફરોની સલામતી માટે વધારાના ફેરફારો કરવા પડશે જેમાં મોટર સાયકલમાં વાહન ચાલકની પાછળની બાજુએ કાયમી હેન્ડગ્રીપ લગાવવી ફરજીયાત બનાવવામા આવી છે. આ હેન્ડગ્રીપથી પાછળ બેસનારા મુસાફરો તેને પકડી રાખીને રોડ અકસ્માત સમયે ઉછળીને પટકાતા બચી શકશે મોટર સાયકલના પાછળના વ્હીલમાં પાછળ બેસનારાના કપડા ફસાઈ જવાના કારણે પણ અકસ્માત સર્જાતા હોય છે જેથી પાછળના વ્હીલના અડધા ઉપરાંતના ભાગ પર સુરક્ષા ગાર્ડ અને ફૂટ ટેસ્ટ એટલે કે પગા લગાવવાની જોગવાઈ ફરજીયાત કરવામાં આવી છે.

આ માટે કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા મોટર વ્હીકલ એકટમાં ફેરફાર કરવામા આવશે. ઉપરાંત ટુ વ્હીલર પર પાછળની બાજુએ બોકસ મૂકવાના કારણે પણ ઘણી વખત તેનું બેલેન્સ ખોરવાઈ જતુ હોય છે.

અત્યાર સુધી બોકસની સાઈઝ માટેના કોઈપણ નિયમો ન હતા. જેથી નવા નિર્ણયમાં ટુ વ્હીલરની પાછળ જે બોકસ મૂકવામાં આવે તેની લંબાઈ ૫૫૦ એમ.એમ. પહોળાઈ ૨૧૦ એમએમ અને ઉંચાઈ ૫૦૦ એમએમ રાખવાનીઅને આવા બોકસમાં વધારેમાં વધારે ૩૦ કીલો વજનની વસ્તુઓ મૂકી શકશે આ નવી જોગવાઈઓ ૧લી ઓકટોબરથી અમલમાં આવશે. આ અંગેના પરિપત્રમાં ખેતી માટે વપરાતા ટ્રેકટર અને ક્ધટ્રકશન ઈકવીપમેન્ટ વાહનોમાં ડ્રાઈવર માટે સેફટી કેબીન વાઈન્ડ સ્ક્રીન અને બારીની રાખવાની જાગેવાઈ પણ કરવામાં આવી છે.

Loading...