Abtak Media Google News

શ્રીનાથજીની ઝાંખી, રકતદાન શિબિર, શોભાયાત્રા, સમુહલગ્નોત્સવ અને સમુહ ભોજન સહિતના કાર્યક્રમોની હારમાળા સર્જાશે

વિશ્ર્વકર્મા જયંતિ મહોત્સવ અંતર્ગત આગામી તા. ૬ થી ગુર્જર સુનારજ્ઞાતિ દ્વારા વિવિધ આયોજનો હાથ ધરાયા છે.જેના શ્રીનાથજીની ઝાંખી, રકતદાન શિબિર, શોભાયાત્રા, સમુહલગ્નોત્સવ અને સમુહ ભોજન સહિતના કાર્યક્રમોની હારમાળા સર્જાશે.

સમુહલગ્નોત્સવની પુર્વ સંધ્યાએ તા. ૦૬-૦૨ ગુરૂવારના રોજ સાંજે ૭ થી ૧૧ કલાકે શ્રીનાથજી ઝાંખી ” ઠાકોરજી પધાર્યા મારે ઘેર  નો ભવ્ય કાર્યક્રમ સમગ્ર નગરજનો માટે યોજવામાં આવેલ છે. આ માટે રેસકોર્ષ મેદાન રાજકોટ સ્થળે “શ્રી વિશ્ર્વકર્મા ધામ ઊભું કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઠાકોરજીના આઠ સમાના દર્શન રજુ કરતા ચાલીસા કલાકારોનાં વિશાળ કાફલા સાથે શ્રી ભુપેન્દ્રભાઈ ખખ્ખર પ્રસ્તુત સાંસ્કૃતિક કાર્યક્રમમાં શ્રી નાથજીની ઝાંખી ઠાકોરજી પધાર્યા મારે ઘેર અંતર્ગત શ્રી વિશ્ર્વકર્માજીના દર્શન ,શ્રી યમુના મહારાણીજીની આરતી, નગરમે જોગી આયા, નાગ દમન, નંદોત્સવ, રાધાકૃષ્ણ રાસ લીલા, ફુલડોલ ઉત્સવ તા. ૦૬-૦૨-૨૦૨૦ નાં ગુરૂવારના રોજ રાત્રે ૭ થી ૧૧ રેસકોર્ષમાં શ્રી વિશ્ર્વકર્મા ધામ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં કાર્યક્રમના મુખ્યદાતા શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના ટ્રસ્ટીશ્રી તથા કારોબારી સભ્યશ્રીઓ છે. સાંસ્કૃતિક કાર્યક્રમનાં આમંત્રિત મહેમાનશ્રીઓ શ્રી અભયભાઈ ભારદ્વાજ (મેમ્બર, લો કમીશનર ઓફ ઈન્ડિયા, સીનીયર ધારાસભ્યશ્રી), શ્રી ગોવિંદભાઈ પટેલ- ધારાસભ્ય શ્રી , શ્રી દિલીપભાઈ પટેલ (મેમ્બર બાર કાઉન્સીલઓફ ઈન્ડિયા દિલ્હી), શ્રી અમૃતભાઈ કે. ભારદીયા, રવિ ટેકનો ફોર્જ પ્રા.લી. શ્રી ધનજીભાઈ પી. પંચાસરા (મંત્રીશ્રી ગુર્જર સુતાર ક્ધયા છાત્રાલય), શ્રી કિશોરભાઈ ટી. જાદવાણી(અધ્યક્ષશ્રી રાજકોટ વિશ્ર્વકર્મા કેળવણી મંડળ), શ્રી કિશોરભભાઈ બી. બકરાણીયા( પ્રમુખશ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ રાજકોટ), ઉપસ્થિત રહેશે.

વિશ્ર્વકર્મા જયંતિ મહાસુદ-૧૩ ને શુક્રવાર તા. ૦૭-૦૨-૨૦૨૦ વિશ્ર્વકર્મા મંદિર વિશ્ર્વકર્મા પ્રભુજી માર્ગ, દિવાનપરા રાજકોટ સ્થળે વહેલી સવારે ૬-૧૫ કલાકે ધ્વજા રોહણ કાર્યક્રમ, સવારના ૭-૧૫ કલાકે મહાઆરતી સાથે પુજનવિધિ અને ભાતૃભાવ સ્નેહમિલન કાર્યક્રમ સાથોસાથ સવારના ૮-૦૦ કલાકથી વિશ્ર્વકર્મા મંદિરે સવારે ૮ થી બપોરના ૧૨ કલાક સુધી યોજાશે. બપોરના ૧૨.૧૫ કલાકે ભગવાન વિશ્ર્વકર્માજીના થાળ પ્રસાદ સાથે મહા આરતી કરવામાં આવશે.

બપોરના ૩.૦૦ વાગ્યાથી શ્રી વિશ્ર્વકર્માધામ રેસકોષ સ્થળે મહારક્તદાન શિબીર રાત્રીના ૯ કલાક સુધી રાખવામાં આવેલ છે. સાથોસાથ ફક્ત જ્ઞાતિની બહેનો માટે હિમોગ્લોબીન ફ્રી ચેકઅપ, સર્વાઈકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ અભિયાન સેમીનાર પ્રિયદર્શીનીગ્રુપનાં સહયોગથી રાખવામાં આવેલ છે.રકતદાન શિબીર બે સ્થળે રાખવામાં આવેલ છે. ત્રેટીયા(ખજાનચી), શ્રી ગોરધનભાઈ પી.ચાપાનેરા (સહમંત્રીશ્રી), કિશોરભાઈ એમ.અંબાસણા, શ્રીનટુભાઈ જે. જાદવાણી, શ્રી હરિભાઈ કે. સીનરોજા શ્રી દિનેશભાઈ જે. ઝંીઝુવાડિયા,શ્રી શાંતિલાલ ડી. સાંકડેયા, શ્રીહરકાંતભાઈ એ.વડગામા, શ્રી હર્ષદભાઈ આર. બકરાણીયા, શ્રી કિરીટભાઈ જી. જોલાપરા, શ્રી દિલીપભાઈ બી. પંચાસરા, મીતેશભાઈ ્રએસ. ધ્રાગધરિયા અને જ્ઞાતિનાં ૬૦૦ જેટલા કાર્યકર્તાઓ સંભાળી રહ્યા છે. બપોરના ૨ વાગ્યાથી ધારેશ્ર્વર મંદિર ભક્તિનગર સર્કલથી ભગવાન શ્રી વિશ્ર્વકર્માની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન કરશે. આ નગરચર્ચા શહેરના વિવિધ રાજમાર્ગો તથા જુદા જુદા વિસ્તારોમાં ફરી સાંજે ૬.૦૦ કલાકે શ્રી વિશ્ર્વકર્માધામ રેસકોર્ષ સ્થળે પહોંચશે ત્યારે ઉપસ્થિત સૌની હાજરીમાં  ભગવાન શ્રી વિશ્ર્વકર્માજીની મહાઆરતી યોજવામાંઆવશે.

અતિથી વિશેષશ્રીઓમાં શ્રી જીતેન્દ્રભા, ડી. વડગામા(ડિવાઈન ફુડ પ્રેશર કુકર, એન્જલ ઈન્ડ.) શ્રી વજુભાઈ તલસાણીયા (ધુન મંડળ-ભાઈઓ), શ્રી જયકુમાર મનોહરભાઈ કુંડારીયા (સાંસદ શ્રી), શ્રી ગોવિંભાઈ પટેલ (ધારાસભ્યશ્રી), શ્રી ધનસુખભાઈ ભંડેરી(ચેરમેન શ્રી ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડ), શ્રી નિતીનભાઈ ભારદ્વાજ(અગ્રણીશ્રી ભાજપા), શ્રી અરવિંદભાઈ રૈયાણી(ધારાસભ્ય શ્રી),શ્રી કમલેશભાઈ મીરાણી,(પ્રમુખ શહેર ભાજપા), શ્રી ડી.કે.સખીયા(પ્રમુખ રાજકોટ જિલ્લા ભાજપા), શ્રી લાખાભાઈ સાગઠીયા (ધારાસભ્યશ્રી), શ્રી અશ્ર્વિનભાઈ મોલિયા (ડેપ્યુટી મેયરશ્રી રાજકોટ મ્યુ. કોર્પોરેશન), શ્રી ઉદયભાઈ કાનગડ (સ્ટેન્ડીંગ ચેરમેન રાજકોટ મ્યુ. કોર્પોરેશન) ઉપસ્થિત રહેશે.

સાંજના ૬:૩૦ કલાકથી જ્ઞાતિજનો માટે સમુહ ભોજન પ્રસાદ (જ્ઞાતિ જમણ) નું આયોજન કરવામંાં આવેલ છે. આ માટે સ્વાદિષ્ટ ભોજન પ્રસાદનું આગોતારૂ આયોજન થયેલ છે. બહેન/ભાઈઓ માટે અલગ ભોજન લેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આ માટે વિવિધ ૧૫ જેટલી સમિતિઓની રચના કરવામાં આવેલ છે. ક્ધવીનરશ્રીઓ તથા કાર્યકર્તાઓ ભગવાન શ્રી વિશ્ર્વકર્માજી જન્મજયંતી મહોત્સવ કાર્યકમાં તન-મન-ધનથી સતત સમયદાન આપી રહ્યા છે. કાર્યક્રમ સંચાલક તરીકે શ્રી રમણીકભાઈ આર. પાટણવાડિયા સેવા આપનાર છે. અધ્યક્ષ જગુભાઈ, ઉપાધ્યક્ષ જગદીશભાઈ એમ.સોંડાગર, મગનભાઈ બોરાણીયા, મુકેશભાઈ આર.વડગામા, ભરતભાઈ ખારેચા વગેરે ટ્રસ્ટીગણ તેમજ તમામ કારોબારી સભ્યોની ટીમ ઉપરાંત રાજકોટ શહેરની ગુર્જર સુતાર જ્ઞાતિની વિવિધ ૧૨ જેટલી સહયોગી સંસ્થાઓના હોદેદારો અને કાર્યકર્તાઓ સમગ્ર તૈયારીઓમાં સહયોગ આપી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.