Abtak Media Google News

૪ જાન્યુઆરીથી મેડિકલની પરીક્ષા શરુ: એમ.કોમ, એમ.એ અને તબીબ વિદ્યાશાખા સહિતની પરીક્ષાના ટાઈમ-ટેબલ જાહેર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા હાલ પુરજોશમાં ચાલી રહી છે અને પ્રથમ ત્રણ તબકકાની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે ૩૦મી નવેમ્બરથી અન્ય પરીક્ષાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેમાં એમ.કોમ, એમ.એ. તેમજ ૪થી જાન્યુઆરીથી મેડીકલની ૨૩ જેટલી પરીક્ષાનો પ્રારંભ થશે. સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીની વિવિધ પરીક્ષાઓના ટાઈમ-ટેબલ યુનિવર્સિટીની વેબસાઈટ પર ઓનલાઈન મુકવામાં આવ્યા છે.

અન્ય મળતી માહિતી મુજબ પ્રથમ છ માસના અભ્યાસ બાદ લેવાનારી મેડીકલ ફેકલ્ટીની ૨૩ પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે. ૪થી જાન્યુઆરીથી તબીબ વિદ્યાશાખાની પરીક્ષા શ‚ થશે. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની અવગડતા વિદ્યાર્થીઓને ન પડે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને તૈયારી આરંભી દીધી છે.

પરીક્ષાના વિવિધ ટાઈમ-ટેબલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ પર મુકવામાં આવેલ છે. વધુ વિગત વિદ્યાર્થી તફી.ીક્ષશની વેબસાઈટ પરથી માહિતી મેળવી શકશે.

૩૦મી નવેમ્બરથી એમ.કોમ. સેમેસ્ટર-૧ (એકસ્ટર્નલ)ની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેમાં બીઝનેસ રીસર્ચ તા.૩૦ના, મેનેજરીયલ ઈકોનોમિકસ ૦૧/૧૨ના, એકાઉન્ટીંગ મેનેજમેન્ટ ૦૪/૧૨, ફાયનાન્સીયલ મેનેજમેન્ટ એન્ડ પોલીસી ૦૫/૧૨, મેનેજમેન્ટ ઓફ સેલ્સ એન્ડ કવેરી ૦૬/૧૨ છે. તા.૩૦મીના નવેમ્બરથી એમ.એ.સેમેસ્ટર-૧ (એજયુકેશન)ની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.

જેમાં રિસર્ચ તા.૩૦ના એજયુકેશન ફિઝીયોલોજી-૧ તા.૦૧/૧૨ના, ફિલોશોપીકલ એજ્યુ-૧ તા.૦૪/૧૨ના, કોમ્યુનીકેશન સ્કી તા.૦૫/૧૨ના રોજ છે.તા.૦૪/૦૧/૨૦૧૮ થી તબીબી વિદ્યાશાખાની પરીક્ષાનો પ્રારંભ થવાનો છે જેમાં સેક્ધડ એમ.બી.બી.એસ. તા. ૦૪/૦૧/૨૦૧૮, થર્ડ એમ.બી.બી.એસ પાર્ટ-૧ તા.૦૫ના, થર્ડ એમ.બી.બી.એસ પાર્ટ-૨ તા.૦૪, ફસ્ટ બી.ડી.એસ. તા.૦૪, સેક્ધડ બી.ડી.એસ. તા.૦૫, થર્ડ બી.ડી.એસ. તા.૦૪, ફોર્થ બી.ડી.એસ. તા.૦૫, ફર્સ્ટ બી.પી.ટી. તા.૧૬, સેક્ધડ બી.પી.ટી. તા.૧૭, થર્ડ બી.પી.ટી. તા.૧૬, ફોર્થ બી.પી.ટી. તા.૧૭, ફર્સ્ટ યર બી.પી.ટી તા.૧૬, સેક્ધડ યર નર્સીંગ તા.૧૬, થર્ડ યર નર્સીંગ તા.૧૬, ફોર્થ યર નર્સીંગ તા.૧૬, ફર્સ્ટ યર પોસ્ટ બેસીક નર્સીંગ તા.૧૬, સેક્ધડ યર પોસ્ટ બેસીક નર્સીંગ તા.૧૬, બી.એ. એલ.એલ.બી.ફર્સ્ટ યર તા.૧૬, બી.એ. એલ.એલ.બી. સેક્ધડ યર તા.૧૬, બી.એ.એલ.એલ.બી. થર્ડ યર તા.૧૬, એમ.એસ.સી. નર્સિંગ ફર્સ્ટ તા.૦૪, એમ.એસ.સી નર્સિંગ સેક્ધડ તા.૦૪, એમ.પી.ટી. તા.૦૪-૦૧-૨૦૧૮ના રોજ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.