Abtak Media Google News

બાળકી હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ: પ્રાંત, ડીપીસી સહિતના અધિકારીઓ સિવિલના તબીબના સતત સંપર્કમાં 

ગાંડીવેલના પ્રકરણ બાદ બીજો બનાવ જેમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહને વિવિધ સરકારી વિભાગોને જોડયા

ઠેબચડા નજીક તરછોડાયેલી નવજાત બાળકી ઝખ્મી હાલતમાં મળી આવ્યા બાદ જિલ્લા કલેકટર રેમ્યા મોહને સંવેદનશીલતાી જરૂરી આદેશો આપીને વિવિધ સરકારી વિભાગોને કામે લગાડ્યા હતા. જેથી બાળકીને સારવાર ર્એ સિવિલમાં ખસેડ્યા બાદ પ્રાંતને ડીસીબી સહિતના અધિકારીઓ હોસ્પિટલે દોડી ગયા હતા અને હાલ આ અધિકારીઓ સિવિલના સંપર્કમાં સતત હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ઠેબચડા અને મહિકા ગામ વચ્ચે સીમમાં ગંભીર રીતે ઝખ્મી હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. જે અંગે ૧૦૮ને જાણ કરતા ૧૦૮એ તુરંત સ્ળ પર પહોંચી બાળકીનો કબજો સંભાળી તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. આ બાળકી અવાવરૂ જગ્યાએ પડી હતી. મોંમાં ધુળ ભરેલ હતી, બાળકીની પીઠ પર ઘાના નિશાન હતા, કુતરૂ કરડવાના નિશાન હતા તેમજ શરીર પર ચાઠા ઉપસી આવ્યા હતા. ૧૦૮ની ટીમના ઈએમટી દિવ્યાબેને બાળકીના મોંમાંી ધુળ કાઢી ચોખ્ખા પાણીી સાફ કરી તેને કવરમાં ઢાંકીને પ્રામિક સારવાર આપી તેને તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર હેઠળ લીધી હતી.

હાલ આ બાળકી સિવિલમાં વેન્ટીલેટર ઉપર છે. બાળકીની હાલત સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે આ ઘટનામાં જિલ્લા કલેકટર રેમ્યા મોહને સંવેદનસીલતાી લગત વિભાગોને જરૂરી સુચનાઓ આપી હતી. તેઓએ આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, રેવન્યુ વિભાગ સહિતના સરકારી વિભાગને સયુક્ત રીતે કામગીરી કરવા જણાવ્યું હતું. જેથી ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈની તેમજ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને આજી ડેમ પીઆઈ વી.જે.ચાવડા સહિતના  હોસ્પિટલે દોડી ગયા હતા. હાલ આ અધિકારીઓ સિવિલના તબીબના સતત સંપર્કમાં છે. ઉલ્લેખનીય છે કે, ગાંડીવેલનાં ધગધગતા પ્રકરણ બાદ આ બીજો એવો બનાવ છે જેમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહને વિવિધ સરકારી વિભાગો પાસેી સંયુકત રીતે કામગીરી કરાવી છે. જિલ્લા કલેકટર રેમ્યા મોહનના આ અભિગમની સરાહના થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.