વિરડા-વાજડી પાસે બસની ઠોકરે ઘવાયેલા વૃધ્ધનું મોત

57

ભાઈના ઘરેથી પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો: પરિવારમાં શોક

શહેરનાં જીઆઈડીસી મેટોડા વિસ્તારમાં રહેતા અને કારખાનામાં મજૂરી કામ કરતા વૃધ્ધ વિરડા વાજડી પાસે પોતાના ભાઈના ઘરેથી પરત ફરી રહ્યા હતા ત્યારે વિરડા વાજડી પાસે અજાણ્યા બસ ચાલકે હડફેટે લેતા હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવતા વૃધ્ધનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતુ.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરનાં જીઆઈડીસી મેટોડા વિસ્તારમાં રહેતા અને મજુરી કામ કરતા ઉદયરાજ રામદાસ ભારતી નામના ૬૬ વર્ષિય વૃધ્ધ વિરડા વાજડી પાસે ચાલીને જતા હતા ત્યારે અજાણ્યા બસ ચાલકે હડફેટે લેતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં સારવાર દરમિયાન વૃધ્ધે દમ તોડતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પોચી ઘટનાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Loading...