Abtak Media Google News

હાલમાં લોકડાઉન 3.0 ચાલુ છે જેમાં વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટેનો પ્રશ્ન હવે હલ થઈ રહ્યો છે

મિશન વંદે ભારત હેઠળ અલગ અલગ દેશો માથી લગભગ 23 ફ્લાઇટ દ્વારા લગભગ 4000થી વધુ ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે. જેના માટે મિશન વંદે ભારત શરૂ કરાયું હતું અને તે મહદઅંશે સફળ પણ થઈ રહ્યું છે

હાલમાં લોકડાઉન 3.0 ચાલુ છે ત્યારે સ્થળાંતર કામદારોનો પ્રશ્ન પણ વિકટ હતો

Maxresdefault 1 1

હાલમાં શ્રમિક સ્પેશીયલ 468 વિશેષ ટ્રેનો દ્વારા 5 લાખથી વધુ સ્થળાંતર કામદારોને તેમના ગૃહ રાજ્યોમાં મોકલવામાં આવ્યા છે. ગઈકાલે 101 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી હતી અને આ બધા વચ્ચે ગુજરાતએ શ્રમિકો માટે સૌથી વધુ ટ્રેનો ચલાવી છે.

આ માહિતી આપવામાં આવી કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્યા સલીલા શ્રીવાસ્તવ “મિશન વંદે ભારત હેઠળ 23 ફ્લાઇટ દ્વારા લગભગ 4000 ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે. 468 વિશેષ ટ્રેનો દ્વારા 5 લાખથી વધુ સ્થળાંતર કામદારોને તેમના ગૃહ રાજ્યોમાં મોકલવામાં આવ્યા છે. ગઈકાલે 101 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી હતી”

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.