Abtak Media Google News

વલસાડ જિલ્લામાં શુક્રવારે સવારે સવા અગિયાર વાગ્યાના અરસામાં ભૂકંપના હળવા આંચકા આવતા દોડધામ મચી હતી. જો કે આ જ દરમિયાન મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં 3.1 અને 4.4 રેક્ટર સ્કેલની તીવ્રતાના ભૂકંપના બે સળંગ આંચકા લાગ્યા હતા.જેની અસર ગુજરાતની સરહદ સાથે જોડાયેલા વલસાડ જિલ્લા સુધી થઇ હતી. ગુજરાતના ઉમરગામ, ભીલાડ, વલસાડ, વાપી, ધરમપુર કપરાડા, વિસ્તારમાં પણ ભૂકંપના છુટાછવાયા લગભગ 10 સેકન્ડ સુધીના આંચકાથી લોકો ગભરાઇ ગયા હતા.

કપરાડામાં 1 શાળાની દીવાલમાં અને પારડીના રેંટલાવમાં એક મકાનમાં તિરાડ પડી ગઇ હતી.વલસાડમાં બે સ્થળે હળવા આંચકા લાગ્યા હતા,પરંતુ આ ઘટનામાં કોઇ નુકસાન થયું ન હતું.પાલઘરમાં સવારે 11.08 વાગ્યે 3.1 અને ત્યારબાદ 11.14 વાગ્યે 4.4ની તીવ્રતાના ભૂકંપના 2 આંચકા નોંધાયા હતા.જિલ્લા મથક વલસાડમાં શુક્રવારે સવારે 11.15 વાગ્યાના સુમારે વલસાડ શહેરના તિથલ રોડ પર એક બંગલાના બીજા માળે તેમજ મદનવાડમાં એક એપાર્ટમેન્ટના બીજા અને ત્રીજા માળે ભૂકંપનો હળ‌‌વો આંચકો લાગતા ગભરાટ વ્યાપી ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.