Abtak Media Google News

ધો.૧૦-૧૨ બોર્ડના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ મંત્રીએ વીડિયો કોન્ફરન્સથી માર્ગદર્શન આપ્યું

ગુજરાત શિક્ષણ બોર્ડ અંતર્ગત ધો.૧૦-૧૨ની પરીક્ષા ૭ માર્ચથી શરૂ થનાર છે. ધો.૧૦ અને ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઈને ડર રહેલો હોય છે. આ ડરને ખત્મ કરવા માટે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા વંદે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં શિક્ષણ મંત્રી દ્વારા ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને પરીક્ષાને લગતી માહિતી અને પરીક્ષાનો ડર દૂર કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ સાંઈરામ દવેએ હાસ્ય રસ દ્વારા બાળકોને પરીક્ષાનું માર્ગદર્શન આપ્યું હતું. શિક્ષણમંત્રીએ વીડિયો કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને પરીક્ષાનું પ્રેસર પોતાના વાલીઓ દ્વારા મળે છે એ ન આપવું જોઈએ તેમજ તેમને પોતાના બાળકને પ્રોત્સાહન આપવું જોઈએ.Vlcsnap 2019 01 24 13H34M45S628રાજકોટની કરણસિંહ હાઈસ્કૂલમાં શિક્ષણમંત્રીના વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતું. જેમાં ૧૨૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ લાભ લીધો હતો.ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષાનું કાઉન્ટ-ડાઉન શઈ ચુકયુ છે અને વિદ્યાર્થીઓ-વાલીઓ તેમજ શિક્ષકો પણ પરીક્ષાને લઈ તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે. બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓનું ભાવી નકકી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

Vlcsnap 2019 01 24 13H33M02S467 કેટલીક વખત બોર્ડની પરીક્ષાના ટેન્શન, પેપર પધ્ધતિ અને રિઝર્ટની ઉપાધીને લઈ ઘણી વખત વિદ્યાર્થીઓના માનસીક સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે ત્યારે બોર્ડની મહત્વપૂર્ણ પરીક્ષા સારી રીતે જાય માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ધો.૧૦-૧૨ની વિદ્યાર્થીઓ માટે વીડિયો કોન્ફરન્સનું આજરોજ આયોજન કરનાર છે જેમાં ઉચ્ચત્તર શિક્ષણ, પ્રાથમિક શિક્ષણના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે.

વીડિયો કોન્ફરન્સ માટે તમામ શાળાઓને, વાલીઓને, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને આ કોન્ફરન્સને ધ્યાનમાં લેવાની સુચના અપાઈ છે. ૭મી માર્ચે શરૂ થનાર પરીક્ષામાં રાજયના ૧૭ લાખથી પણ વધુ પરીક્ષાર્થીઓ જોડાવાના છે. ત્યારે બોર્ડની મહત્વની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સાથે માર્ગદર્શન આપવા પરીક્ષાલક્ષી ચર્ચા સાથે આજરોજ શિક્ષણમંત્રી વિદ્યાર્થીઓને પુરતી માહિતી આપવાની સાથે-સાથે તેમને પરીક્ષા અને તેના પરિણામ અંગે ભય રાખવાને બદલે મહેનત કરવા તરફ પ્રોત્સાહિત કરશે.

શિક્ષણ મંત્રીનું પગલુ અભિનંદનને પાત્ર: ઝાલા સિધ્ધરાજસિંહVlcsnap 2019 01 24 13H33M58S317શિક્ષણમંત્રીએ વિદ્યાર્થીઓ શાંતિથી કોઈપણ ચિંતા વગર પરીક્ષા આપી શકે એ માટે વીડિયો કોન્ફરન્સનું આયોજન કરેલું એ અભિનંદનને પાત્ર છે. જેમાં પરીક્ષા વખતે વિદ્યાર્થીઓ જે આપઘાત કરે છે કે ડિપ્રેશનમાં આવી જાય છે એ વિદ્યાર્થી ન આવે એ કાઉન્સલીંગ કરવા માટે શિક્ષણમંત્રીએ ૬૦ વર્ષના અનુભવનો નિચોડ આપ્યો. તેમજ સાંઈરામ દવેએ સરળ ભાષામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપે પોતાના જીવમાં શું કરી શકાય, પરીક્ષા આપતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ, નિષ્ફળતા જ સરળતાની ચાવી છે એ વિશે માર્ગદર્શન આપ્યું. મને લાગે છે કે, ઉત્તમ પ્રકારનું આ કાર્ય થયુ જેથી ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને આ જ્ઞાન મળ્યું.

ટેન્શન નહીં આત્મવિશ્વાસ સાથે પાર કરીશું: નંદન ગોંડલીયાVlcsnap 2019 01 24 13H34M18S934શિક્ષણ મંત્રીનું જે વીડિયો કોન્ફરન્સથી દરેક વિદ્યાર્થીને ખુબજ મોટીવેશન મળ્યું છે અને પરીક્ષામાં કોઈપણ પ્રકારની ચિંતા અને ડર રાખવાની જ‚ર નથી તેમજ ડરનો સામનો કરી મનન અને ચિંતનથી વાંચન કરવું જોઈએ તેમજ હિંમતથી જીવનમાં આગળ વધવું જોઈએ. આ વીડિયો કોન્ફરન્સ સાંભળ્યા પછી વિદ્યાર્થીઓ પણ આત્મવિશ્વાસ ઉભો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.