Abtak Media Google News

એલજીએ વેલેન્ટાઇન ડેને ધ્યાનમાં રાખી પોતાનો સ્માર્ટ ફોન ખાસ રાસબરી રોઝ એડિશન લોન્ચ કર્યુ છે. જો કે ભારતમાં એલજીએ અન્ય વેરિઅન્ટનું વેચાણ કર્યુ નથી., હાલમાં જ  કંપનીએ સીધો જ લોન્ચ કર્યો છે. આ ડ્યુઅલ રિઅર કેમેરા સેટ-અપ, ૧૩ મેગાપિક્સલ વાઇડ લેન્સ છે. જે નજીકથી પણ વાઇડ એંગલ ફોટોગ્રાફી માટે યોગ્ય છે. જેનું વેચાણ એશિયાન અને યુરોપમાં જ કરવામાં આવશે. ૬ ઇંચની એમોલેડ ડિસ્પ્લે, ૪ જીબી રેમ, ૬૪ જીબી ઇન્ટરનલ સ્ટોરેજ, ૭.૧૨ એન્ડ્રોઇડ વર્ઝન અને ૩૩૦૦ એમએએચની બેટરી સાથે આ મોબાઇલ ટનાટન છે.

આ વેલેન્ટાઇનમાં પહેલી વખત એલજીનો કોઇ ફોન આ કલરમાં જોવા મળી રહ્યો છે. આ ફોન સ્ટાઇલ અને ટ્રેન્ડને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યો છે. હાલ તો તે અમેરિકામાં નહીં લોન્ચ થાય પણ રાસબેરી રોઝ કલરમાં અમેરિકામાં ભવિષ્યમાં આ ફોન લોન્ચ થઇ શકે છે. જો કે હાલ આ ફોનની કિંમત અંગેની ચર્ચા સામે આવી નથી પરંતુ આ પૂર્વ થોડા સમય પહેલાં જ લોન્ચ થયેલા એલજી ભારતમાં રૂ.૪૪,૯૯૦ રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો, તો આ એલજી ફોન તમે તમારા વેલેન્ટાઇન માટે પરફેક્ટ ગીફ્ટ તરીકે ખરીદી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.