Abtak Media Google News

એઇમ્સમાં દાખલ પૂર્વ વડાપ્રધાન અને બીજેપીના અગ્રણી નેતા અટલ બિહારી વાજપેયીજીની તબિયત નાજૂક છે. હાલ તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. આજે સવારે એઈમ્સ હોસ્પિટલ દ્વારા ફરી તેમનું હેલ્થ મેજિકલ બુલેટીન રજૂ કર્યું છે અને તેમાં જણાવ્યું છે કે, વાજપેયીજીની તબિયત હજૂ પણ ખુબ નાજૂક છે. નોંધનીય છે કે, આજે બીજેપીએ તેમના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. તે ઉપરાંત તમામ અગ્રણી નેતાઓ હોસ્પિટલ પહોંચી ગયા છે.  વડાપ્રધાન મોદી પણ ટૂંક સમયમાં એઈમ્સ હોસ્પિટલ પહોંચવાના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.