Abtak Media Google News

સર્વોતમ સેવા સંસ્થાન દ્વારા આયોજન

ગોસ્વામી પરાગકુમારજી મહોદયના શ્રીમુખે આવતીકાલ સુધી પુષ્ટી સત્સંગનો લાભ મળશે

સર્વોતમ સેવા સંસ્થાનના સ્થાપના દિન નિમિતે ગોસ્વામી પરાગકુમારજી, ગોસ્વામી ગોપેશકુમારજી દ્વારા પુષ્ટી સત્સંગનું ત્રણ દિવસ માટે આયોજન કરવામાં આવેલ છે. જેમાં પહેલા દિવસે સત્સંગમાં બહોળી સંખ્યામાં વૈષ્ણવોએ લાભ લીધો હતો. સત્સંગ આવતીકાલ સુધી ચાલશે.

Vlcsnap 2018 03 24 10H50M15S37અબતક સાથેની વાતચીતમાં સુરેશભાઈ કણસાગરા (ક્રિષ્ના પાર્ક) જણાવ્યું કે, આજથી ત્રણ દિવસ માટે પુષ્ટી સંસ્કાર માટેનો વૈષ્ણવ પરીવાર, માં વૈષ્ણવ ધર્મનો પ્રચાર અને પ્રસાર થાય તેવા શુભ આશયથી સર્વોતમ સેવા સંસ્થાન દ્વારા પૂજય પરાગકુમારજીના વાણીથી પુષ્ટી સત્સંગનું સંસ્થાના અધિક રાજકોટમાં અને આજુબાજુના ગામડામાં વસતા વૈષ્ણવ સમાજ, પુષ્ટીધર્મ વિશે વધુ વાણી મળે, જ્ઞાન મળે તેવા શુભ આશયથી કડવા પ્લોટમાં આવેલ હવેલીના બાવા પરાગકુમારજી, ગોયશ કુમારજીના સ્થાને વૈષ્ણવ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે.

Vlcsnap 2018 03 24 10H52M32S119

જેમાં સત્સંગમાં મહારાસનું આયોજન કરેલ હતું. જેમાં આજરોજ કૃષ્ણલીલા અને ૨૫ તારીખે શ્રીનાથજી ભૈયો નામની નાટીકા, ગુજરાતના સુપ્રસિઘ્ધ કલાકારો દ્વારા આયોજીત કરેલ છે. દરરોજ વૈષ્ણવો ૮ હજારથી ૧૦ હજાર સંખ્યામાં લાભ લઈ શકે, અમૃતવાણી સાંભળી શકે તે માટે સત્સંગનો પ્રોગ્રામ ચાલુ છે. તેના માટે સર્વોતમ સેવા સંસ્થા, ક્રિષ્ના પાર્ક ગ્રુપ, વેણુ ગ્રુપ તથા ઓમ લિમિટેડ જેવા સમાજસેવાના આયોજન સહકાર મળેલ છે તેના માટે અથાગ પ્રયત્નો ચાલુ છે.

Vlcsnap 2018 03 24 10H52M21S28

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.