Abtak Media Google News

સંસદના શિયાળુ સત્રમાં રામમંદિરનિર્માણ માટે ખરડો લાવવા મોદી સરકાર પર દબાણ ઉભુ કરવા દિલ્હીમાં વિશ્વ હિન્દુ પરિષદની ધર્મસભા યોજાઈ; રામમંદિરકરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતિક હોય તેને રાજકીય મુદો ન બનાવવા અપીલ

અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થળ પરરામમંદિર બનાવવા સંસદમાં ખરડો લાવવા વિવિધ હિન્દુ સંગઠ્ઠનો માગં કરી રહ્યા છે.ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગઈકાલે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલીધર્મસભામાં ભાજપની માતૃસંસ્થા આરએસએસે પણ મોદી સરકારને અલ્ટીમેટમ આપીને રામમંદિરમાટે ભીખ નહી માંગીએ સરકાર કાયદો બનાવે તેવો ટંકારા કર્યો હતો. રામમંદિરના મુદેસંઘના કડક વલણથી કાલથી શ‚ થઈ રહેલા સંસદનાશિયાળુ સત્ર પહેલા મોદી સરકાર પર ભારેદબાણ આવ્યું છે.

વિશ્ર્વ હિન્દુ પરિષદની રામલીલામેદાનમાં યોજાયેલી ધર્મસભાને સંબોધતા આરએસએસનાં સહકાર્યવાહક ભૈયાજી જોષીએ જણાવ્યુંહતુ કે અમે રામમંદિર માટે ભીખ નથી માંગી રહ્યા પરંતુ અમારો હકક માંગી રહ્યા છીએ રામ મંદિરનું નિર્માણ થાય તે માત્ર અમારી જ નહી સરકાર અને સંસદની પણ જવાબદારી છે.અમે ન્યાયપ્રણાલીનું સન્માન કરીએ છીએ પરંતુ કોર્ટો અને સરકારે કરોડો હિન્દુ લોકોનીમંદિર વ્હી બનાયેંગે ની દાયકાઓની જૂની માંગણીનું સન્માન કરવું જોઈએ.

અયોધ્યા વિવાદ પર મોદી સરકારનેકડક સંદેશ અપતા ભૈયાજી જોશીએ જણાવ્યું હતુ કે અત્યારે સત્તામાં બેસેલા લોકોએ પણચૂંટણી પેલા અયોધ્યામાં રામમંદિર બનાવવાનું વચન આપ્યું હતુ હવે આ વચનને પૂર્ણકરવાનો સમય આવી ગયો અને કોઈપણ પ્રકારનાં સંકોચ વગર આ વચનને પુરું કરીને અયોધ્યામાં રામજન્મ ભૂર્મિ સ્થળે જ રામમંદિર બનાવવું જોઈએ. જોશીએ વધુમાં જણાવ્યું હતુ કે અમારેકોઈની સાથે સંઘર્ષ નથી અને કાઈની સાથે સંઘર્ષ પણ ઈચ્છતા નથી જો સંઘર્ષ જ કરવો હતો તો આટલી રાહ ન જોય હોત. આને ધર્મની દ્રષ્ટીએ જોવું ન જોઈએ પરંતુ રામ મંદિરના નિર્માણથી દેશભાં ભવિષ્યના રામરાજયનો પાયો નાખશે દેશ પર હુમલો કરનારા તમામ લોકોનુંનિશાન મી જશે તેમ પણ ઉમેર્યું હતુ.

વિશ્વ હિન્દુ પરિષદની આધર્મસભામાં ૧.૫ થી ૨ લાખ લોકો ઉપસ્થિત રહ્યા હતા તેલા જ લોકો રામલીલા મેદાન બહાર ઉપસ્થિત હતા આ રેલીને સંબોધતા વીએચપીનાં કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે મોદીસરકારને ચેતવણી આપતા જણાવ્યું હતુ કે સંસદના શિયાળુ સત્રમાં રામમંદિરના નિર્માણનો માર્ગ મોકળો કરવા ખરડો પસાર નહી થાય તો તેની સીધી અસર ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માંથશે સંસદમાં રામમંદિરના નિર્માણનો ખરડો પસાર થાય તે માટે અમો તમામ પાર્ટીઓને સહકાર આપવા વિનંતી કરીએ છીએ.

જયારે, વી.એચ.પી.નાં, આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ સદા શિવકોક જેએ રામમંદિર એ હિન્દુઓનાં સ્વમાન માટે હોય તેનો રાજકીય મુદો બનાવવો ન જોઈએ રામમંદિરમાટે ખરડો બનાવવા માટે વીએચપીનાં આગેવાનોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા તમામરાજયોનાં રાજયપાલોને મળી વિનંતી કરી હતી.

અભિયાનના બીજા ભાગરૂપે દેશભરમાંવીએચપી મંદિરો, આશ્રમોમાંધાર્મિક કાર્યક્રમો અને પ્રાર્થના કાર્યક્રમનું આયોજન કરના‚ છે. આ અભિયાન પ્રયાગમાં ૩૧ જાન્યુઆરીએ દેશભરનાં સાધુ સંતોની ઉપસ્થિતિમાં યોજાનારા ધર્મ સંસદમાં સમાપ્ત થશે વીએચપી બાદ સંઘે પણ કેન્દ્રની મોદી સરકાર પાસે રામમંદિર બનાવવા ખરડોલાવવાની માંગ કરી છે. ભાજપની માતૃ સંસ્થા ગણાતા સંઘના નેતાઓના રામમંદિરના નિર્માણ જલ્દીથી કરવાના અપનાવેલ વલણ મોદી સરકાર પર ભારે દબાણ ઉભુ થયું છે.

જો કે, રાજકીય વિશ્ર્લેષકો રામમંદિરના મુદેસંઘે મોદી સરકાર પર ઉભા કરેલા દબાણને આગામી લોકસભાની ચૂંટણી સાથે જોડી રહ્યા છે.આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીના સેમીફાઈનલ સમાન પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીનાતાજેતરમાં આવેલા એકઝીટ પોલોમાં ભાજપનો વિકાસનો મુદો અસરકાર પૂરવાર ન થઈ રહ્યાનું ખૂલવા પામ્યું છે. જેથી રામ મંદિર નિર્માણ માટે દબાણ ઉભુ કરવાનો દેખાવ કરીનેલોકસભાની ચૂંટણી સુધી આ મુદો લટકતો રહે અને તેનો લાભ ભાજપને મળે તેવા રાજકીય વ્યૂહો ઘડવામાં આવ્યા હોવાનું માની રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.