Abtak Media Google News

રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલી પી એન્ડ બી સ્કૂલમાં ધોરણ-૧૦નું પરિણામ જાહેર થયું છે. ત્યારે સ્કૂલના પરિણામમાં ચૌહાણ દિવ્યાબા ૯૬.૭૨ પીઆર સાથે પહેલો ક્રમ જયારે કારીયા અક્ષય ૯૧.૬૦ પીઆર સાથે બીજા ક્રમાંક પર આવેલ છે. ત્યારે વાઘેલા નેહા ૮૧.૩૨ પીઆર સાથે શાળામાં ત્રીજા ક્રમાંક મેળવ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં તેમજ શિક્ષકો પ્રિન્સીપાલમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે નંબર આવેલા વિદ્યાર્થીઓને સ્કૂલના પ્રમુખ અને ટ્રસ્ટી દ્વારા હાર પહેરાવી મીઠા મોઢા કરાવાયા હતા. સાથે ડી.જે.પર રાસ-ગરબા રમી પોતાની ખુશી વ્યકત કરી હતી.

સમગ્ર રેલનગર વિસ્તારમાં ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરનારી એક માત્ર શાળા: ટ્રસ્ટી દેવેન્દ્રસિંહ ચુડાસમાVlcsnap 2019 05 22 10H38M04S80

‘અબતક’ સાથેની વાતચીતમાં દેવેન્દ્રસિંહ ચુડાસમા જે શ્રી પી એન્ડ બી સ્કૂલના ટ્રસ્ટી છે. શ્રી પી એન્ડ બી સ્કૂલ છેલ્લા ૧૪ વર્ષથી કાર્યરત છે. જુની સ્કૂલ હેમુગઢવી પાસે છે. આ સ્કૂલની કાર્ય પદ્ધતિ અને સ્કૂલની અનુભવની દ્રષ્ટિએ અને ભણાવવાની રીત છે તે ખૂબ જ સારી છે અને પહેલેથી જ સારા એવા પરિણામ સમાજને આપતા રહ્યાં છે. ઘણીવાર સ્કૂલનું નામ પણ આવેલ છે અને સ્કૂલની શિસ્તતા સારી છે.

બાળકનું ભવિષ્ય સારું રહે તે માટે શિક્ષકો પણ સારી એવી મહેનત કરાવે છે. તમારી શાળામાં ઘણા બધા વિદ્યાર્થીઓ હોંશીયાર છે તેથી શિક્ષકોને પણ ભણાવવામાં મજા આવે અને અમારી સ્કૂલમાં વાર્ષિક મહોત્સવ, પ્રવાસ, બીજી ઘણી બધી પ્રવૃતિઓ કરાવામાં આવે છે. જેથી વાલીઓ, બાળકો ખૂબજ ખુશ ખુશાલ છે અને બાળકો કોર્પોરેશનની સફાય અભિયાન સ્પોર્ટસ હોય તેનાં પણ ભાગ લેતા હોય છે.Vlcsnap 2019 05 22 10H37M56S248

‘અબતક’ સાથેની વાતચીતમાં રેલનગર વિસ્તારની શ્રી પી એન્ડ બી સ્કૂલમાં ભોજાણી પ્રવિણભાઈ જે સ્કૂલના પ્રમુખ છે. તેમણે જણાવ્યું કે, અમારી સ્કૂલ જે અનન્ય પરિણામ મેળવ્યું છે અને સ્કૂલના અંદર વિદ્યાર્થીને ટયુશન આપવામાં આવતું કારણ કે, વિદ્યાર્થીઓ જે આર્થિક રીતે નબળા છે. તેમના માટે અમારી સ્કૂલ અમારા વિસ્તારમાં ટોપ પર છે. જેમાં પહેલા નંબર પર ચૌહાણ દિવ્યાબા ૯૬.૭૨ પીઆર બીજા ક્રમ પર કારીયા અક્ષય ૯૧.૬૦ ટકા લઈ બીજા ક્રમ પર આવેલો છે.

વાઘેલા નેહા ૮૯.૩૨ સાથે ત્રીજા ક્રમ પર આવેલ છે જેના અમે આભારી છીએ સાથે શિક્ષણગણ અને અમારી ૧૪ વર્ષ જુની અમારી બ્રાન્ચ છે. જેમાં ઘણા વિદ્યાર્થી પછી ભવિષ્યમાં ડોકટર બની ચુકયા છે. સાથે પાંચ હજાર વિદ્યાર્થીઓ એન્જિનીયર બન્યા છે અને અમારી સ્કૂલનું આ પહેલુ પરિણામ છે અને જે ખુબ જ સારું છે જેનો અમને આનંદ છે જે વિદ્યાર્થીઓને ૯૦ ઉપર આવેલા છે તેમને સાયન્સ તરફ વળવું અને બીજા બાળકોને કોમર્સ લાઈનમાં બીઝનેશ લાઈનમાં જવાની તક છે.Vlcsnap 2019 05 22 10H38M15S195

‘અબતક’ સાથેની વાતચીતમાં શ્રી પી એન્ડ બી સ્કૂલની વિદ્યાર્થીની ચૌહાણ દિવ્યાબા એ જણાવ્યું કે, ધોરણ ૧૦ની પરીક્ષામાં ૯૬.૭૨ પીઆર આવેલા છે અને રેલનગર વિસ્તારમાં અને સ્કૂલમાં ૧ ક્રમ આવેલો છે. મારું આ સારા પરિણામનું પાછળનો શ્રેય મારા માતા-પિતાના ખુબજ સારો સહયોગ અને અમારા શિક્ષક સ્ટાફને જાય છે. દસ ધોરણ પછી કોમર્સની લાઈન લઈશ અને ત્યારબાદ સરકારી નોકરી કરવાનું મારું સપનું છે. પરીક્ષાની તૈયારી સવારના વહેલા ઉઠીને વાંચવું જોઈએ અને હવે જે લોકો ૧૦માં ધોરણમાં આવનાર વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓ સ્કૂલમાં ધ્યાન દેવું અને દરરોજનું દરરોજ વર્ક કરવું જેથી સારું પરિણામ આવી શકે.

‘અબતક’ સાથેની વાતચીતમાં ગોહેલ દિવ્યાબાની માતા ગોહેલ મીનાબાએ જણાવ્યું કે, તેમની દિકરીનું ખુબજ સારું પરિણામ આવ્યું છે અને ૯૬.૭૨ પીઆર સાથે સ્કૂલમાં પહેલો ક્રમ આવેલો છે. જેથી સ્કૂલના ભોજાણી સર અને ચુડાસમા સરે તથા શિક્ષકો ખુબ જ મહેનતો કરાવી છે અને તેમની પરીક્ષામાં મને પણ મારી પરીક્ષા હતી એવું લાગતું હતું. સાથે આગળની એમની તૈયારીમાં મારા આશિર્વાદ છે જે મહેનત કરે એવી માતાજી પાસે પ્રાર્થના.Vlcsnap 2019 05 22 10H38M43S215

‘અબતક’ સાથેની વાતચીતમાં શ્રી પી એન્ડ બી સ્કૂલના વિદ્યાર્થી કારીયા અક્ષયે જણાવ્યું કે, ધોરણ ૧૦ની પરીક્ષામાં તેમને ૯૧.૬૦ પીઆર આવ્યા છે. જેનો હું મારા માતા-પિતા અને શિક્ષકોનો આભારી છું અને કોમર્સ કરી મારે સરકારી નોકરી કરવા ઈચ્છા ધરાવું છું.Vlcsnap 2019 05 22 10H38M53S64

‘અબતક’ સાથેની વાતચીતમાં વાઘેલા નેહાએ જણાવ્યું હતું કે, શ્રી પી એન્ડ બી સ્કૂલમાં તે અભ્યાસ કરે છે. ધો.૧૦ની પરીક્ષામાં ૮૯.૩૨ પીઆર આવેલા છે જે વતી હું મારા શિક્ષકો તેમજ માતા-પિતાનો આભાર કે અમને આટલી મહેનત કરાવી. આગળ વધાર્યા છે. ધો.૧૦ પછી કોમર્સ લઈને આગળ વધવા માંગુ છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.