Abtak Media Google News

બે જ્ઞાતી વચ્ચેના વિવાદથી મધરાત્રે પથ્થરમારામાં ૨ સ્થાનીકો અને પોલીસ અધિકારીઓને ઈજા

શહેરમાં કોમી વિવાદે ફરી દસ્તક્દીધી છે. ત્યારે મંગળવારની મોડી રાત્રે બે અલગ અલગ જ્ઞાતી વચ્ચે પથ્થરમારો થયો હતો. પહેલા પાનીગેટમાં વિવાદનો, ઉદભવ થયો ત્યારબાદ યકુતપુરા અને ફતેહપૂરા વિસ્તાર સુધી ફેલાયો હતો. જયાં સરઘસના લોકોએ પોલીસ પર પણ હુમલા કર્યા હતા. શહેરના સારસીયા તળાવ નજીક એક એસઆરપી જવાન અને બે સ્થાનીકોને ઈજા પહોચી હતી. તળાવ પાસેની ઘટનાના જવાબદારોની હજુ ધરપકડ થઈ નથી.

પાનીગેટ નજીક બંને જ્ઞાતીના લોકોએ પથ્થરમારો કર્યો હતો. ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોચી પરિસ્થિતિને સંભાળી લીધી હતી પણ તેની થોડીવાર પછી યકુતપુરા અને ફતેહપૂરામાં પણ આ સમસ્યા થઈ હતી શહેર પોલીસ ડી.જી. સોસાએ જણાવ્યું હતુ કે તેણે તમામ વસ્તુઓ કંટ્રોલ કરી લીધી હતી. એટકનો શિકાર બનેલા અરૂણ મિશ્રાએ વિરોધીઓને રોકવા રિવોલ્વર કાઢવી પડી હતી. ડયુટી પર રહેલ સંજય રાવે પણ પથ્થરમારાનો સામનો કરવો પડયો હતો.

ત્યારે પોલીસે ટીયરગેસ છોડ્યો હતો. ઘટનાક્રમમાં યકુતપુરાનાં ૮ રહેવાસીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમજ સીટી પોલીસ સ્ટેશન ખાતે મર્ડરના એટમ્પના ગૂનો પણ નોંધવામા આવ્યો છે. ઘટના એવી હતી કે જ્ઞાતી વિવાદ રજપૂત કરણી સેનાની મહારાણા પ્રતાપની જન્મજયંતી અને ઈદની ઉજવણીનો રૂટ બદલતા થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.