Abtak Media Google News

જમ્મુ-કાશ્મીરના અખનુરમાં પેટ્રોલીંગ દરમિયાન પાકિસ્તાન દ્વારા ગોળીબારી કરવામાં આવી, પાક.ની ગોળી આરીફને વાગતા સારવાર દરમિયાન મોત

જમ્મુ-કાશ્મીરમાં અખનુરમાં સોમવારે વહેલી સવારે પાકિસ્તાન તરફી કરવામાં આવેલા ગોળીબાર સમયે દેશના જવાનો પણ વળતા જવાબો આપી રહ્યાં હતા. જેમાં વડોદરાનો જવાન આરીફ પઠાણ શહીદ થયા છે. આરીફ વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં રોશનનગરના રહેવાસી છે. જવાનના ર્પાવિ શરીરને વડોદરા લાવવામાં આવ્યો છે. આજે ગાર્ડ ઓફ ઓનર સાથે જવાનની દફનવિધિ કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે જમ્મુ-કાશ્મીરના અખનુર સેકટરમાં જવાનો પેટ્રોલીંગ કરી રહ્યાં ત્યારે પાકિસ્તાન તરફી ફાયરીંગ થયું હતું. આ દરમિયાન આરીફ ઘાયલ થયો હતો. બાદમાં તેમને સારવાર અર્થે ઉધમપુર લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. ઉલ્લેખનીય છે કે, આરીફ રાઈફલ  ૧૮ બટાલિયનમાં તૈનાત હતો. બે વર્ષ પહેલા જમ્મુના અખનુરમાં પોસ્ટીંગ યું હતું. જવાન આરીફને બેસ્ટ શુટર મેડલ પણ મળ્યો હતો. આરીફના પિતા રેલવેમાં ખલાસી હતા. તેના પરિવારમાં ચાર ભાઈ અને બે બહેનનો સમાવેશ થાય છે. પુત્રના મોતી પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે. આજે નમાજ અદા કર્યા બાદ રાષ્ટ્રીય સન્માન સાથે આરીફ પઠાણની અંતિમવિધિ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.