Abtak Media Google News

વડનગર બસ ડેપોથી નીકળેલી અમદાવાદ, ઇડર જતી એસટીબસ ના બસ ચાલકની કરતૂતો સામે આવી.બેફોમ બની બસ હંકારતો બસ ડ્રાઇવર થયો કેમેરામાં કેદ.જીવના જોખમે સરકારી બસમાં મુસાફરી કરતા સ્કૂલના વિદ્યાર્થીઓ.

વાત કરવામાં આવે તો સ્કૂલના બાળકો બસની રાહ જોઈ રહ્યા હતા ત્યારે સરકારી બસ ચાલકે બસ ઉભી ન રાખતા સ્કૂલના નાના બાળકો રોડ પર બસ માટે દોડાદોડી કરતા બોળકોના જીવ જોખમાયું.

સ્કૂલ છૂટયા બાદ બાળકો રોડ પર બસની રોહ જોઈ ઉભા હતા છતાં પણ બસચાલક દ્વારા ઉભી ન રાખતા બાળકોને ભારે હેરાન ગતિ પડી હતી.

આ દ્રશ્યો જોઈ અમારી મીડિયા ટિમ દ્વારા આ બાબતે બસ ચાલકને પૂછતા બસ ચાલકે ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપ્યો.

બસ ચાલક દ્વારા જણાવાયુ કે બાળકોએ હાથ ઊંચો ન કર્યો એટલે બસ ઉભી રાખવામાંન આવી.

ખરેખર બસ ચાલકનો આ જવાબ યોગ્ય છે??????

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.