Abtak Media Google News

કંપનીઓએ રસીનો માલ તૈયાર કર્યો અને ડોઝનો ભાવ હજુ નક્કિ જ નહિ!!

સરકારે અડધી કિંમતે ડોઝ માંગ્યા: આગામી ૪૮ કલાકમાં પ્રથમ ખેપ આવી જશે

કોરોના વાયરસે ફેલાવેલી વૈશ્ર્વિક મામારીમાંથી મૂકત થવા વિશ્ર્વના તમામ દેશો મથામણ કરી રહ્યા છે. રસી જ એક જાદુઈ છડી હોય, તેમ રસીની રેસ જામી છે. તો બીજી તરફ રસીની આડઅસર, સંગ્રહક્ષમતાને લઈ રસ્સાખેંચ વધુ ગેહરી બનતી જાય છે. તેમાં હવે, ડોઝની કિંમતોએ પણ ઝંપલાવ્યું છે. પ્રથમ તબકકામાં ૩૦ કરોડ ભારતીયોને રસી આપવાનાં અભિયાનની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. કંપનીઓએ રસીનો માલ પણ મોટા જથ્થામાં તૈયાર કરી દીધો છે. પણ ડોઝના ભાવ જ હજુ નકકી નથી.

કોવિશીલ્ડ રસીની કિમંતોને લઈ સરકાર અને સીરમ ઈન્સ્ટીટયુટ વચ્ચે ઘર્ષણ ઉભુ થયું છે. પ્રતિ ડોઝના રૂા.૨૦૦ ભાવને લઈ સરકારે વાંધો ઉઠાવ્યો છે. અને અડધી કિંમતે ડોઝ ખરીદવાની માંગ કરી છે. સરકારનાં આ વલણથી સીરમ ઈન્સ્ટીટયુટની સાથે અન્ય રસી ઉત્પાદક કંપનીઓ પણ મૂંઝવણમાં મૂકાઈ છે. જોકે, આગામી ૪૮ કલાકમાં રસીની પ્રથમ ખેપ આવી જાય તેવી તીવ્ર ધારણા છે.

પૂણે એરપોર્ટ પર ડોઝ બે દિવસથી સરકારની લીલીઝંડીની રાહમાં

કોવીશિલ્ડ રસીનાં ૩ કરોડ ડોઝ પૂણે એરપોર્ટથી ગુરૂવારના રોજ દિલ્હી પહોચવાના હતા જેને સરકારની લીલીઝંડી ન મળતા કોલ્ડચેઈનમાં બે દિવસથી એરપોર્ટ પર ડોઝ રાહમાં પડયા છે. આ માટે સીરમ ઈન્સ્ટીટયુટે તમામ તૈયારી કરતા ૨૫ કેન્દ્રો, ૪૦ ફલાઈટ બે દિવસથી તૈયાર કરી લીધી છે.

એક ડોઝના રૂ.૨૦૦ સરકારને મંજૂર નહિ !!

સરકાર માટે કોવીશિલ્ડ રસીનાં એક ડોઝની કિમંત રૂ.૨૦૦ હોવાનું સીરમ ઈન્સ્ટીટયુટે જણાવ્યું છે જયારે આજ ડોઝ બજારમાં ખાનગી ધોરણે રૂ.૧૦૦૦માં વેચાશે, રૂ.૨૦૦નો આ ભાવ સરકારને ન પરવડતા કંપની સાથે ઘર્ષણ ઉભુ થયું છે. સરકારે આ ડોઝ રૂ.૧૦૦માં ખરીદવાની માંગરી રજૂ કરી છે. કોવિશીલ્ડના પ્રથમ તબકકાના ૧૦ કરોડ ડોઝનમાંથી ૫ કરોડતો તૈયાર થઈ ચૂકયા છે.

ગરજને અકકલ નથી હોતી…

સીરમ ઈન્સ્ટીટયુટે છેલ્લી ૪૮ કલાકથી પૂણે એરપોર્ટ પર રસીની પ્રથમ ખેપ તૈયાર રાખી છે. આ માટે ૪૦ ફલાઈટ, ૨૫ કેન્દ્રો રોકી દેવાયા છે. સરકાર અમારી રસી મૂકી અન્ય કંપનીની રસી ખરીદી લેશે તેવા બિહામણાં વિચારથી બે દિવસથી એરપોર્ટ પર ડોઝ પડેલા છે. અમારા ડોઝ પહેલા ખરીદાય તે માટે રસીની રેસમાં કંપનીઓ ઉતરી છે. ગરજને અકકલ નથી હોતી તેવો ઘાટ સર્જાયો છે. અને સરકાર હા પાડે કે તરત જ વેકિસેનશને ઉડાન ભરાવાય તેમ ડોઝ રાહમાં પડયા છે.

‘ત્રિદેવ’માંથી હજુ એકનું આગમન બાકી

કોરોનાને નાથવા ભારતે ‘ત્રિદેવ’ રૂપી ત્રણ રસીઓનાં ઉપયાગે પર ભાર મૂકયો છે. જેમાંથી કોવિશીલ્ડ અને કોવેકિસનને મંજૂરી મળી ગઈ છે. જયારે ઝાયકોવ-ડીને બહાલીની રાહ છે. આ ત્રીજી રસી પર પણ નિર્ભરતાને લઈ સચોટ પણે સરકારે સીરમ કે ભારત બાયોટેકને ઓફીશ્યલી ઓર્ડર આપ્યા નથી અને આ જ કારણસર સરકાર રસીમાં ‘નટચાલ’ રૂપી પગલા ભરી રહી છે.

રસીમાં વીઆઈપી

માટે દરેક રાષ્ટ્રની સરકાર પ્રયત્ન કરી રહી છે. અને રસીકરણ શરૂ કરી દીધું છે. જેને લઈ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે ઘનિક દેશોએ રસીની રેસમાં કુદીને ઠેકડો ન મારવો જોઈએ નાના અને ગરીબ દેશોનો પણ વિચાર કરી મદદ માટે આગળ આવવું જોઈએ. રસી દરેકને મળવી જોઈએ.

આમને-સામને

બ્રાઝીલમાં ડોઝની નિકાસને લઈ અજાણ્યે દુશ્મન બની ગયા છે. બ્રાઝીલ સરકારે ભારતની સ્વદેશી રસી કોવેકિસન અને કોવિશલ્ડના ૫૦ લાખથી વધુ ડોઝ ખરીદવાની તૈયારી બતાવી છે. તો બીજી બાજુ ત્યાંની હરીફ પાર્ટીએ ચીની કંપની સીનોવેકની રસી કોરોનાવેકને મંજૂરી આપી મેદાને ઉતારી છે. આમ, બ્રાઝીલમાં બંને દેશો વચ્ચે હરિફાઈ જામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.