Abtak Media Google News

ભારતમાં આગામી ટુંક સમયમાં શરૂ થનારી રસીકરણ ઝુંબેશમાં માત્ર સરકારી હોસ્પિટલો અને હેલ્થ વર્કરો જ નહિ પરંતુ ખાનગી હોસ્પિટલો અને કંપનીઓ પણ મેદાને ઉતરશે. આ માટે માર્ચ મહિના સુધીમાં ખાનગી એકમોને રસીના ડોઝ પહોચાડી દેવાશે. કોવિશિલ્ડ અને કોવેકિસનને મંજૂરી બાદ સીરમ ઈન્સ્ટીટયુટના સીઈઓ અદર પુનાવાલાએ કહ્યું હતુ કે, ઓકસફોર્ડ એસ્ટ્રાજેનેકા સાથે સંયુકત પણે વિકસાવાયેલી આ રસીના પ્રતિ ડોઝ સરકારને રૂ.૨૦૦માં વહેચવામાં આવશે જયારે બજારમાં તેને એક હજાર રૂપિયામાં વહેચવા માટે મુકાશે. તેમણે વધુમાં જણાવ્યું કે કોવિશિલ્ડ ૭ થી ૭ દિવસમાં રોલઆઉટ માટે તૈયાર છે. તે સુરક્ષીત અને અસરકારક છે. તેમજ અત્યાર સુધીમાં પાંચથી છ કરોડ જેટલા ડોઝ ડીલીવર માટે તૈયાર થઈ ચૂકયા છે. સરકારને ૧૦ કરોડ ડોઝ પૂરા પાડવામાં આવશે જે પ્રતિડોઝની કિમંત રૂા.૨૦૦ હશે.

સરકારની પ્રારંભિક આવશ્યકતાઓ મુજબ”નબળા અને જરૂરીયાતમંદો”ને રસી અપાશે ત્યારબાદ ખાનગી હોસ્પિટલો અને કંપનીઓને ઉપયોગ માટે અપાશે. પૂનાવાલાએ જણાવ્યું હતું કે, “અમે બે સંપૂર્ણ ડોઝ વચ્ચે લાંબા ગાળા (અઢી મહિનાની)નું અંતર રાખવા ભલામણ કરી છે. કારણ કે બે મહિના બાફ રસીની અસરકારકતા 90% ની સપાટી સુધી લઈ જાય છે.” જો તમે લગભગ ત્રણ મહિના રાહ જુઓ તો અસરકારકતામાં સુધારો થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.