Abtak Media Google News

જામનગરમાં આજે 60 વર્ષથી ઉપરના અને 45 વર્ષથી 59 વર્ષની ઉંમરના ગંભીર બીમારી ધરાવતાં લોકો માટે કોરોનાનું રસીકરણ શરૂ થતાં શહેરના મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રો અને જી. જી. હોસ્પિટલના બે બુથ, જીલ્લાના 44 આરોગ્ય કેન્દ્રો પર મોટી સંખ્યામાં લોકો સ્વયંભુ કોરોનાની રસી લેવા ઉમટ્યા હતાં. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 450 અને શહેરમાં 427 નાગરિકોને કોરોનાની રસી અપાઇ હતી. જો કે, મ્યુ. તંત્રના પોર્ટલના ધાંધીયા અને સંકલનના અભાવના કારણે 3 ખાનગી હોસ્પિટલોમાં રસીકરણરૂ શરૂ નહીં થઇ શકતાં લોકોને ધકકો થયો હતો.

જામનગરમાં કોરોના રસીકરણની કામગીરી મ્યુ. કોર્પો.ના બેડી બંદર રોડ પરના બે, ગોમતીપુર, ગુલાબનગર, પાનવાડા, કામદાર કોલોની, નિલકંઠ નગર અને પાણાખાણના 101 આરોગ્ય કેન્દ્રો પર સવારથી સાંજે 5 વાગ્યા સુધી ચાલી હતી. જેમાં મોટી સંખ્યામાં સીનીયર સીટીઝનો અને 45 વર્ષથી 59 વર્ષ સુધીના ગંભીર બીમારી ધરાવતાં લોકોએ સ્વયંભુ જઇને કોરોનાની રસી લીધી હતી. સવારથી સાંજ સુધીમાં શહેરમાં 300 થી વધુ લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝી લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.