ગુજરાતમાં આજથી રસીકરણ ઝુંબેશ વધુ તેજ બનશે !!!

ગુજરાતમાં ૧૬મીથી ૧૬૧ કેન્દ્રો પર રસીકરણ ઝુંબેશ હાથ ધરાઈ છે જેમાં પ્રથમ દિવસે ૧૨,૩૨૦ હેલ્થવર્કસને રસી અપાઈ હતી. પ્રથમ તબકકામાં ૪.૩૩ લાખ લોકોને રસી આપવા માટે લક્ષ્યાંક સેવાયું છે. જેને ઝડપી બનાવવા આજથી ગુજરાતમાં ઝુંબેશ વધુ તેજ બનશે. દરરોજ ૧૨ થી ૧૬ હજાર લોકોને રસી આપવાની ક્ષમતા આગામી દિવસોમાં વધુ વધે તે માટે કવાયત હાથ ધરાઈ છે. જેમ જેમ રસીના ડોઝનો જથ્થો વધુ ફાળવાશે તેમ તેમ બુથ વધુ વધારાશે. સ્વાસ્થ્ય સચીવના જણાવ્યા પ્રમાણે, દેશમાં ૪૪૭ કેસો આડઅસરનાં નોંધાયા છે. જેમાંના ગુજરાતમાં માત્ર બે જ છે જે છોટાઉદેપૂરમાં જોવા મળ્યા હતા રસીના ડોઝ લીધા બાદ બે આશા વર્કર બહેનોને ચકકર આવ્યા હોવાની ફરિયાદ કરી હતી. જો કે, હવે, કોઈ ચિંતાજનક સમાચાર મળ્યા નથી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં યોજાયેલા પ્રથમ તબક્કાના આ રસીકરણ અભિયાનની વિગતો આપતા જણાવ્યુ છે કે, રાજ્યભરના તમામ ૩૩ જિલ્લાઓ અને ૮ મહાનગરપાલિકોઓના ૧૬૧ વેક્સિનેશન સેન્ટર પર થી આ અભિયાન હેઠળ રવીવારે સાંજે ૦૬-કલાક સુધીમાં અંદાજે ૧૧,૮૦૦ જેટલા કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી. આ કામગીરી હજુ ચાલી રહી છે. આ તમામ સેન્ટરો પર અંદાજે ૮૦થી ૧૦૦ ટકા જેટલું કવરેજ પ્રાપ્ત થયુ છે.

Loading...