‘હીટવેવ’ છતા વેકેશનના માહોલમાં એસટીમાં મુસાફરોનો ધસારો!!!

181

મામાનું….ઘરકેટલે !!!

મુસાફરો માટે બસ સ્ટેન્ડમાં છાંયડા ઉપરાંત ઠંડા પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓની સુચા‚ વ્યવસ્થા

“મામાનું ઘર કેટલે દિવો બળે એટલે આ પંકિત વેકેશન અને બચપણની, યાદ અપાવી જાય છે ખાસ કરીને ઉનાળુ વેકેશન આવે એટલે બાળકોને હરવા ફરવાનું અને ખાસ કરીને ‘મામા’ ઘેર જવાનું યાદ આવે! ઉપરોકત પંકિત આજનાં આધુનિક અને મોબાઈલ યુગમાં પણ ઘણી જગ્યાએ લાગુ પડતી દેખાય છે. હાલ છેલ્લે કેટલાંક દિવસોથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હિટવેવનો માહોલ ચાલી રહ્યો છે. અને કાળઝાળ ગરમી પડી રહી છે.

આમ, છતા પણ આજરોજ રાજકોટ એસ.ટી. બસ સ્ટેન્ડ ઉપર વેકેશનનો મુસાફરોનો ઘસારો અને ખાસ કરીને મહિલાઓ અને બાળકોને વેકેશનમાં ‘મામા’ને ઘેર જવાનો ઉત્સાહ દેખાઈ આવતો હતો. આ કાળઝાળ ગરમીમાં પણ બસ સ્ટેન્ડ ઉપર ખાસ કરીને બહેનો અને તેના બાળકોની સંખ્યામાં ખાસ્સો વધારો નજરે પડયો હતો અને બસો ફૂલ દોડી રહી હતી.

મુસાફરોનાં આ ઘસારાના પગલે એસ.ટી. તંત્ર દ્વારા ઠંડા પાણીનાં કુલર, છાંયડો, અને બેઠક વ્યવસ્થાની પણ સુચા‚ વ્યવસ્થા કરવામાં આવી છે. એસ.ટી.નાં અધિકારી સુત્રો જણાવે છેકે, વેકેશનની હજુ તો શરૂઆત છે અને ટ્રાફીક ક્રમશ: વધી રહ્યો છે. આગામી માસથીતો વેકેશનનો ફૂલ ફલેજ ટ્રાફીક રહેશે અને આ ટ્રાફીકને પહોચી વળવા રાજકોટ એસ.ટી. વિભાગ એકસ્ટ્રા સંચાલન પણ કરનાર છે.

Loading...