Abtak Media Google News

રણુજા મંદિર પાસે, કોઠારીયા કા રાજા બિરાજશે

નવેય દિવસ દાદાની આરતિ, સાંસ્કૃતિક કાર્યક્રમ, મહાઆરતિમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી દર્શનનો લાભ લેશે : આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

વિશ્ર્વ હિન્દુ પિરષદ દ્વારા અનેક પ્રકલ્પોમાનું એક કે જેમાં હિન્દુઓના અગત્યના એવા ધાર્મિક ઉત્સવોની ઉજવણીનું કાર્ય તેમાંય જન્માષ્ટમી તો વિ.હિ.પ. સાથે લોક જીભે ચડી ગયેલું નામ છે. સમગ્ર ભારતભરમાં જેની હર્ષોલ્લાસ સાથે ભક્તિભાવ પૂર્વક શેરીએ શેરીએ, ગલીએ ગલીએ, ચોકે-ચોકે, ઘરે-ઘરમાં જેનો  ઉત્સવ ઉજવાય છે તેવા વિદ્યન હર્તા દુંદાળા દેવ ગણપતિ મહારાજનો ગણેશ ઉત્સવ આ વર્ષો પહેલી જ વાર વિ.હિ.પ. ના નેજા હેઠળ યોજાવા જઈ રહયો છે. અષ્ટવિનાયક ધામ (કોઠારીયા કા રાજા) ના નામથી આયોજીત ગણેશ ઉત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુક્યો છે.

કોઠારીયા રોડ પર આવેલ જબરદસ્ત ગ્રાઉન્ડ ખાતે વિશાળ કદની ગણપતિ દાદાની મૂર્તિનું વાજતે ગાજતે સ્થાપન કરવામાં આવશે. નવેય દિવસ આરતિ, સાંસ્કૃતિક કાર્યક્રમ, અવ-નવા આયોજન, પ્રસાદ વિગેરેનું અદકેરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તા.૦ર/૦૯/ર૦૧૯ ના રોજ સવારે ૯-૩૦ કલાકે શોભાયાત્રા સ્વરૂપે નગર ભ્રમણ કરાવી બપોરે ૧ર-૩૦ કલાકે ગણેશજીની સ્થાપના કરવામાં આવશે.

કોઠારીયા રોડ પરના રણુજા મંદિરથી આગળ આજીડેમ પોલીસ ચોકીની બાજુનું ગ્રાઉન્ડ ખાતે આવેલ સ્થળ પર રોજ સવારે ૯-૩૦ કલાકે પ્રાત: આરતિ તથા સાંજે ૮-૦૦ કલાકે મહાઆરતિ નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ સાંજે મહાઆરતિબાદ અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

વિ.હિ.પ. પ્રેરીત ગણપતિ ઉત્સવ આ વર્ષના આયોજનમાં રોજે-રોજની આરતિમાં અનેક સામાજીક, શૈક્ષણિક, સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા, મંડળો, ગ્રુપના અગ્રણીઓ, મહાનુભાવો હાજર રહી આરતિનો લ્હાવો લેશે.

આ તકે રોજ સાંજે મહાઆરતિ બાદ યોજનારા કાર્યક્રમો જેવા કે તા. ૦ર/૦૯ મહાઆરતિ, તા. ૦૩/૦૯ વિકલાંગ બાળકો દ્વારા મહાઆરતિ તથા બાળકોને ભોજન, તા. ૦૪/૦૯ બંસરી ગ્રુપ ઓરકેસ્ટ્રા દ્વારા માત્ર બહેનો માટે લાઈવ રાસ-ગરબા, તા. ૦પ/૦૯ બ્લડ ડોનેશન કેમ્પ તથા સુભાષાભાઈ જડુ દ્વારા સાહિત્ય રસ, તા. ૦૬/૦૯ માત્ર બાળકો માટે નૃત્ય સ્પર્ધા, તા. ૦૭/૦૯ સુપ્રસિધ્ધ લોકગાયીકા પુનમબેન ગોંડલીયા તથા મસ્તરામભાઈ ગોંડલીયાના કંઠે લોક ડાયરો, તા. ૦૮/૦૯ સાંસ્કૃતિક કાર્યક્રમ, તા. ૦૯/૦૯ સનસાઈન ઓરકેસ્ટ્રા હિતેશ ગજજર દ્વારા ભક્તિ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમગ્ર આયોજનને પાર પાડવા માટે જયેશભાઈ પટેલની આગેવાનીમાં અન્ય કાર્યકરોની ટીમ દિવસ-રાત જહેમત ઉઠાવી રહી છે. તેમજ આ આયોજનને સફળ બનાવવા વિ.હિ.પ.ના હરીભાઈ ડોડીયા, શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, હરેશભાઈ ચૌહાણ, કૃણાલભાઈ વ્યાસ, નિતેશભાઈ કથીરીયા, વિનુભાઈ ટીલાવત, રામભાઈ શાંખલા, રાહુલભાઈ જાની, વનરાજભાઈ ચાવડા, વર્ષદભાઈ સરવૈયા, સુશીલભાઈ પાંભર વિ. કાર્યર્ક્તાઓ તન-તોડ મહેનત કરી તૈયારીને આખરી ઓપ આપી રહયાં છે. તો સર્વે રાજકોટવાસીઓને વિ.હિ.પ. દ્વારા સમગ્ર ઉત્સવ દરમ્યાન બહોળી સંખ્યામાં લાભ લેવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુમાં વધુ ભક્તો બાપાના દર્શન-આરતીનો લાભ લે તે માટે આયોજકોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.