Abtak Media Google News

દેશના સૌથી મોટા રાજય ઉત્તરપ્રદેશમાં રામ લહેર કરતા મોદી લહેર ભાજપને વધુ ફળી: ૪૦૩ બેઠકો પૈકી ભાજપ ૨૯૫ બેઠકો પર આગળ :બે તૃતિયાંશ બહુમતિ: રાષ્ટ્રપતિ ભાજપ પોતાની પસંદગીના બનાવશે: રાજયસભામાં પણ તમામ બીલો હવે આસાનીથી પાસ થશે.

ઉત્તરપ્રદેશમાં ભાજપનો રેકોર્ડબ્રેક વિજય: અખીલેશની સાઈકલની ચેન ખડી ગઈ: માયાવતીના સુપડા સાફ: નોટબંધીને દેશવાસીઓની મ્હોર : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પદ માટે રાજનાસિંહનું નામ સૌથી આગળ

દેશના સૌી મોટા રાજય એવા ઉત્તરપ્રદેશમાં મોદી લહેર ફરી વળી છે. રામ લહેર કરતા ભાજપને યુપીમાં મોદી લહેર વધુ ફળી છે. પાંચ રાજયોની ચૂંટણીના પરિણામોમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને મણીપુરમાં ભાજપનો બીજો વિજય વાવટો લહેરાય તેવા સંકેતો મળી રહ્યાં છે. ઉત્તરપ્રદેશમાં ભાજપ બે તૃતિયાંશ બહુમતિ સો સરકાર બનાવે તેવી સંભાવના જણાય રહી છે. મોદી મેજીકમાં યુપિના સી.એમ. અખિલેશ યાદવ, કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને બસપાના સુપ્રીમો માયાવતીનો સફાઈ ગયો છે. યુપીના મુખ્યમંત્રી પદ માટે હાલ કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાસિંહનું નામ સૌી આગળ ચાલી રહ્યું છે.

દેશના સૌી મોટા રાજય ઉત્તરપ્રદેશની ૪૦૩ વિધાનસભા ચૂંટણી માટે અલગ અલગ ૭ તબકકામાં મતદાન યોજાયા બાદ આજે સવારી મત ગણતરી હા ધરવામાં આવી હતી. ૭માં તબકકાનું મતદાન પૂર્ણ યા બાદ તમામ ન્યુઝ એજન્સીઓ દ્વારા હાદરવામાં આવેલા સર્વેમાં ઉત્તરપ્રદેશમાં ભાજપની સરકાર રચાય તેવા સંકેતો આપવામાં આવ્યા હતા. મોટાભાગના ઓપિન્યન અને એક્ઝિટ પોલ સાચા ઠર્યા છે. ઉત્તરપ્રદેમાં ભાપનું બુલડોઝર ફરી વળ્યું છે. જેમાં સમાજવાદી પાટી, બહુજન સમાજ પાટી અને કોંગ્રેસના સુપડા સાફ ઈ ગયા છે. આ લખાય રહ્યું છે ત્યારે ઉત્તરપ્રદેશની ૪૦૩ બેઠકો માંથી ભાજપ ૨૯૫ આગળ ચાલી રહ્યું છે. સમાજ વાદી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન ૭૪ બેઠકો પર બસપા ૨૫ બેઠકો પર અને અન્ય ૯ બેઠકો પર આગળ ચાલી રહ્યાં છે. ઉત્તરપ્રદેશમાં બહુમતી માટે ૨૦૨ બેઠકોની આવશ્યકતા છે. જેની સામે ભાજપ હાલ ૨૯૫ બેઠકો પર આગળ ચાલી રહ્યું હોય યુપીમાં ભાજપની સરકાર બને તે વાત નિશ્ર્ચિત ઈ ગઈ છે. વર્ષ ૧૯૯૧માં અયોધ્યામાં રામ મંદિર બનાવવાની વાતી ઉત્તરપ્રદેશમાં રામ લહેર ઉઠી હતી અને ભાજપનો વિજય વાવટો લહેરાયો હતો. વર્ષ ૨૦૧૭માં યુપીમાં રીતસર મોદી લહેર ફરી વળી છે. જેમાં ભાજપને રામ લહેર કરતા પણ મોદી લહેરમાં વધુ ફાયદો યો હોય તેવું લાગી રહ્યું છે. યુપીમાં પ્રમવાર ભાજપ બે તૃતિયાંશ બેઠક સો સરકાર બનાવશે.

હાલ લોકસભામાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છે પરંતુ રાજયસભામાં બહુમતિ ન હોવાના કારણે અનેક મહત્વપૂર્ણ બીલો પસાર કરવામાં મોદી સરકારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. હવે ઉત્તરપ્રદેશમાં પણ તોતીંગ બહુમતિ સો ભાજપની સરકાર રચાતા રાજયસભામાં પણ આસાનીી ભાજપ કોઈપણ બીલ પાસ કરાવી શકશે. આગામી જુલાઈ માસમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની મુદત પૂર્ણ ઈ રહી છે. ત્યારે ભાજપ હવે પોતાના મનપસંદ વ્યક્તિને રાષ્ટ્ર બનાવી શકશે.

વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપને ઉત્તરપ્રદેશમાં ૮૦ માંી ૭૩ બેઠકો મળી હતી. ૨૦૧૪નું મોદી મેજીક ૩ વર્ષ બાદ પણ યાવત છે. ઉત્તરપ્રદેશમાં ભાજપની તોતીંગ લીડ સો જીત તા દેશભરમાં ભાજપના કાર્યકરોએ જાજરમાન ઉજવણી કરી હતી. દેશના સૌી મોટા સુબાના વડા માટે હાલ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાસિંહનું નામ સૌી વધુ ચર્ચામાં છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.