ઉત્તરપ્રદેશના બદાયું શહેરની ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં 7 લોકોનાં મોત થયા છે જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિવાળી નજીક આવતી હોવાથી ફેક્ટરીમાં ફટાકડાઓનું કામ ચાલી રહ્યું હતું. જોકે વિસ્ફોટ કેવી રીતે થયો તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. પણ અત્યાર સુધી આ ઘટનામાં 7 લોકોએ જીવ ગુમાવ્યાં છે. વિસ્ફોટનો અવાજ આસપાસના વિસ્તારો સુધી પહોંચ્યો, ઘણા મકાનોમાં તિરાડો પણ પડી ગઈ હતી.
7 dead, 3 injured after explosion in a firecracker factory in Budaun. pic.twitter.com/SBTzkOqx6U
— ANI UP (@ANINewsUP) October 26, 2018
આ પહેલા 7 ઓક્ટોબરે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના ગોવિંદપુર બાયપાસ પાસે આવેલી ફેક્ટરીમાં આગ લાગી ગઈ હતી. તેમાં 10 કર્મચારીઓ ઘાયલ થયા હતા. આ મામલે પોલીસે એક કર્મચારીની ધરપકડ પણ કરી હતી. ફેક્ટરીનો માલિક ઘટના પછી ફરાર થઈ ગયો હતો.