Abtak Media Google News

લખનઉ- ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આજે સરકારના ૧૦૦ દિવસ પૂરા થવાના અવસરે રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું. તેમણે ગત ૧૦૦ દિવસ દરમિયાન પોતાની સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી અને ભવિષ્યમાં લેવાનારા પગલાં અંગે જાણકારી આપી હતી. આ અવસરે તેમણે ’૧૦૦ દિન વિશ્વાસ કે’ નામનું એક પુસ્તક પણ જારી કર્યું છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે ૧૦૦ દિવસનો સમયગાળો ખુબ ઓછો છે પરંતુ તેમને પોતાની સરકારની અત્યાર સુધીની ઉપલબ્ધીઓ પર સંતોષનો અનુભવ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે વર્ષ ૨૦૧૭ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મશતાબ્દીનું વર્ષ છે અને રાજ્ય સરકાર તેમના સપનાને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. સીએમ યોગી આદિત્યનાથે યુપીની ગત સરકારોની ટીકા કરતા કહ્યું કે, ગત ૧૫ વર્ષોમાં યુપી વિકાસની રેસમાં ખુબ પાછળ રહી ગયું છે. તેમણે કહ્યું કે ગત સરકારો ભ્રષ્ટાચાર અને પરિવારવાદમાં લિપ્ત રહી અને પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહી છે. પરંતુ તેમની સરકાર હવે રાજ્યના વિકાસને પ્રાધાન્ય આપશે. વધુમાં સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે તેમની સરકારે લોક કલ્યાણ સંકલ્પ પત્રના વચનો પૂરા કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લીધા છે અને સરકાર કોઈ પણ ભેદભાવ વગર પ્રદેશની જનતાની સેવા કરી રહી છે. અને ભવિષ્યમાં પણ કરતી રહેશે.

આ ઉપરાંત રાજ્યમાં વિજળીની વર્તમાન સમસ્યાને લઈને એક શ્વેતપત્ર બહાર પાડવાનું વિચારી રહી છે. જેમાં અખિલેશ સરકારના સાશન દરમિયાન ઉત્તરપ્રદેશમાં વિજળીની સ્થિતિ અને યોગી સરકારના ૧૦૦ દિવસના સાશન દરમિયાન તેમાં આવેલા સુધારને લઈને ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં રસ્તાઓના સમારકામ કરવાની દિશામાં યોગી સરકાર વાયદો ચુકી ગઈ હોવા છતાં અન્ય કામની યાદી આગળ કરી યોગી સરકાર પોતાને શાબાશી આપવાની તક જતી નહીં કરે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.