Abtak Media Google News

૧૦ હજાર સ્કવેર ફિટનું સ્ટેજ તૈયાર:  ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજીના સાનિધ્યમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા યોજાનાર  અષ્ટલક્ષ્મી યજ્ઞમાં એક લાખથી વધુ ભાવિકો પધારશે

આર્ટ ઓફ લીવીંગ રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર પરિવાર દ્વારા દિવાળીના પર્વ નિમિતે તા.૭-૧૧-૨૦૧૮ને બુધવારના રોજ રેસકોર્ષ મેદાનમાં ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજીના સાંનિધ્યમાં અષ્ટલક્ષ્મી યજ્ઞ, દિવાળી પૂજન અને મહાસત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. રેસકોર્ષમાં ૧૦ લાખ સ્કવેર ફિટ જગ્યામાં અષ્ટલક્ષ્મી યજ્ઞ, દિવાળી પૂજન અને મહાસત્સંગને લઈને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ કર્યક્રમને લઈને સૌરાષ્ટ્રભરમાં અત્યારે આધ્યાત્મીક માહોલ જેવા મળી રહ્યો છે અને લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહયા છે.

રાજકોટ  તેમજ સૌરાષ્ટ્ર આર્ટ ઓફ લીવીંગ પરિવાર દ્વારા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરના સાંનિધ્યમાં દિવાળીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દિવાળીની સાંજે રાજકોટના હાર્દ સમા રેસકોર્ષ મેદાનમાં અષ્ટલક્ષ્મી યજ્ઞ, દિવાળી પૂજન અને મહાસત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો લાભ સૌરાષ્ટ્રભરમાંથી એક લાખી પણ વધારે લોકો લેશે. વધુમાં વધુ લોકો ગુરૂદેવની હાજરી યોજાનાર આ કાર્યક્રમનો લાભ લે એવી વિનંતી રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના આર્ટ ઓફ લીવીંગ પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.

કાર્યકમ માટે રેસકોર્ષ મેદાનમાં ૧૦ હજાર સ્કવેર ફિટ જગ્યામાં સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. અષ્ટલક્ષ્મી યજ્ઞ માટે ખાસ બેંગ્લોરી પંડિતનું સૌરાષ્ટ્રમાં આગમન યું છે. બેગ્લોર આશ્રમી પંડિતો સીધા ગોંડલ અને ત્યાર બાદ સોમના દર્શન કારીને દિવાળીના દિવસે રાજકોટમાં પધારશે. કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આર્ટ ઓફ લિવિંગના રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના પરિવારના સભ્યોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યારી જ અષ્ટલક્ષ્મી યજ્ઞ, દિવાળી પૂજન અને મહાસત્સંગના કાર્યકમ માટે સ્વયંસેવકો રેસકોર્ષ મેદાનમાં સેવા આપી રહ્યા છે. કાર્યક્રમના દિવસે હજારોની સંખ્યામાં ટીચરો અને  સ્વયંસેવકો ખડેપગે રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.